પાકિસ્તાનથી પોરબંદર થઈ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્રઃ 14 ઝડપાયા
પોરબંદર નજીક દરિયામાં કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન-પોરબંદર નજીક દરિયામાં કોસ્ટગાર્ડે 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરીકો ઝડપ્યા
અમદાવાદ, ગુજરાતમાં નશાના કાળાકારોને તોડી પાડવા અને આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે.
ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશન હાથ ધરીને દરિયામાંથી ૯૦ કિલો ડ્રગ્સના જથ્થા સાથે ૧૪ જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા.
ભારતીય કોસ્ટ ગાર્ડે રવિવારે ગુજરાતની દરિયાઈ સરહદે એક ઓપરેશનમાં ૧૪ પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. આમાંથી સાત લોકો ૯૦ કિલો ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્), ગુજરાત છ્જી અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત રીતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ડ્રગ્સની દાણચોરીને રોકવા માટે ઓપરેશન હાથ ધર્યું હોવાના અહેવાલ છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અંગેની ગુપ્ત માહિતી થોડા દિવસો પહેલા જ મળી હતી.
આ પછી એજન્સીઓએ સાથે મળીને પૂરી તૈયારી સાથે ડ્રગ્સની દાણચોરી બંધ કરી દીધી. દરિયા સરહદ પાસેથી ફરી એકવાર કરોડની કિંમતના ડ્રગ્સ સાથે ૧૪ પાકિસ્તાની ઝડપાતા સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે, તેમજ જળસીમા અને દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગ વધારે તેજ બનાવવામાં આવ્યું છે. આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
સુરક્ષા એજન્સીઓ અને પાકિસ્તાની બોટ વચ્ચે ફાયરિંગ પણ થયું હતું. જેમાં પાકિસ્તાની બોટ ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી હતી. આ બોટમાંથી ૮૬થી ૯૦ કિલો જેટલા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની બજાર કિંમત ૬૦૦ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ બોટમાં ૧૪ જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હતા. તેમની પકડી પકડી પાડવામાં આવ્યા છે. આ ક્રૂ મેમ્બર અને ડ્રગ્સના જથ્થાને મોડી રાત સુધી પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
નોંધનીય છે કે, ગઇકાલે ગુજરાત એટીએસ અને એનસીબી ના સંયુક્ત ઓપરેશન હેઠળ ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ હતી. ગુજરાત અને રાજસ્થાન મળીને ત્રણ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૧૦થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે.