હાલોલમાં અસામાજિક તત્વોએ બગીચામાં તોડફોડ કરતા લોકોમાં ભારે આક્રોશ

ગોધરા, હાલોલ પાલિકા સંચાલિત શહેર ના એકમાત્ર જાહેર બગીચામાં ગતરાત્રે નશાખોર અસામાજિક તત્વોએ બગીચામાં પ્રવેશ કરીને સહેલાણીઓ માટે મૂકવામાં આવેલા બાંકળાઓની તોડફોડ કરીને ઉંધા પાડી દેતા સમગ્ર નગરમાં આક્રોશ પ્રસરી જવા પામ્યો છે.
જાે કે હાલોલ પાલિકા સંચાલિત આ જાહેર બગીચો સી.સી.ટી.વી. કેમેરા થી સજ્જ નથી અને ચોકીદાર વગરનો હોવાનું જાણતા એ સામાજિક તત્વોએ મોડી રાત્રે બિન્દાસ બગીચામાં તોડફોડ કરીને રવાના થઈ ગયા હતા જાેકે નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારમાં મોર્નિંગ વોક માટે ગયેલા પ્રજાજનો આ દ્રશ્યો જાેઈને આઘાતમાં સરકી ગયા હતા અને આ અપકૃત્ય ની ખબરો જાેત જાેતામાં નગરજનોમાં ફરી વળી હતી.
હાલોલ નગરપાલિકા ની બાજુ મા આવેલ જાહેર બગીચામાં ગતરોજ રાત્રિના સુમારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા બગીચામાં લોકોને નિરાંતે બેસવા માટે મુકાયેલા બાંકડા ઉંધા પાડી દીધા તો કેટલાક બાંકડાઓની તોડફોડ કરવામાં આવતા સમગ્ર નગરમાં આ મુદ્દો ટોટ ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે
જેમાં હાલમાં ઉનાળાનો આરંભ થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો બગીચામાં નિરાંતની પળો માણવા તેમજ મનને પ્રફુલ્લિત રાખવા તેમજ પરિવારજનો સાથે ટોળટપ્પા કરી રમત ગમતના આશય સાથે બગીચામાં આવી સમય વિતાવી રહ્યા છે
જ્યારે બાળકો પણ લપસણી નિસરણી ઝુલા સહિતની રમતો રમી માસુમ નિર્દોષ રમતો રમવા માટે તેમજ વડીલો ઘડીક મનની શાંતિ માટે બગીચામાં સમય વિતાવવા માટે આવી રહ્યા છે જ્યારે સવાર સાંજ યુવાન યુવતીઓ મહિલા પુરુષો બગીચામાં મોર્નિંગ તેમજ ઈવનિંગ વોક કરવા તેમજ હળવી કસરતો કરી
તન અને મજબૂત તેમજ પ્રસન્ન રાખવાના આશય સાથે બગીચામાં આવી સમય પસાર કરી રહ્યા છે ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ આવા સંજાેગોમાં હાલોલ ખાતે નગરપાલિકાની જાેડે જ આવેલા જાહેર બગીચાને પોતાના બાનમાં લઇ કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓ બગીચામાં કરતા હોવાની લોક ચર્ચાઓ ઉઠવા પામી છે
જેમાં કેટલાક અસામાજિક તત્વોએ જાહેર બગીચાની શાંતિ ભંગ કરવાના ઇરાદે બગીચામાં લોકોને બેસવા માટે મુકેલ બાકડાને ઉંધા પાડી દઈ તેમજ કેટલાક બાંકડાઓમાં તોડફોડ કરી અને બગીચાના ફૂલ ઝાડવા છોળોની પણ તોળફોળ કરી હોવાની ઘટના સામે આવતા નગરજનોમાં ભારે રોષ પેદા થવા પામ્યો છે
અને આ ઘટનાની નિંદા કરી છે તેમજ બગીચામાં આવતા લોકોની સુરક્ષા સલામતી માટે કોઈ સી.સી.ટી.વી.કેમેરા કે અન્ય કોઈ વ્યવસ્થિત સિક્યુરિટીની સુવિધા ન હોવાના કારણે અસામાજિક તત્વોએ બગીચા ને પોતાના બાનમાં લઈ અસામાજિક તત્વો માટે હલોલનો જાહેર બગીચો અસામાજિક પ્રવૃત્તિઓ
કરવા માટેનું આદર્શ સ્થળ બની ગયું હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક બગીચામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોને ઝેર કરી બગીચાને જાહેર જનતાના લાભાર્થે સુરક્ષિત અને સલામત રાખવા નગરજનો મા પ્રબળ માંગ ઉઠાવા પ્રામી છે.