બંધ મકાનમાંથી એન્ટિક વાસણો ચોરી કરનાર ગેંગના ત્રણ આરોપી પકડાયા

રૂ.૧,૪૩,૦૦૦ ના એન્ટિક વાસણો અને રિક્ષા મળી કુલ રૂ.૨. ૪૩ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો
(પ્રતિનિધિ) નડિયાદ, કપડવંજ લાંબી શેરીમાં આવેલ એક બંધ મકાનમાંથી રૂપિયા ૧,૪૩,૦૦૦ ની કિંમતના ચોરાયેલ તાંબા પિત્તળ અને જર્મનના એન્ટિક વાસણો સાથે પોલીસને ચોર ગેંગ ના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે જ્યારે આ ગુનાના અન્ય બે આરોપી પોલીસના હાથમાં આવ્યા નથી જેને પકડવા માટે પોલીસે કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ કપડવંજ નગરમાં લાંબી શેરીમાં આવેલ જયેશભાઈ અજીતભાઈ પરીખ રહે કપડવંજ કરશનપુરા ના બંધ મકાનમાંથી તારીખ ૨ માર્ચ ૨૦૨૫ ના રોજ રાત્રિના સમયે તસ્કરો તાંબા, પિત્તળ તથા જર્મન સીલ્વર ધાતુના નાના મોટા એન્ટીક વાસણો કિંમત. રૂપિયા ૧,૯૨,૩૦૦ ના ચોરી થયાં હતા.
કપડવંજ શહેર પોલીસે આ અંગે ઘરફોડ ચોરી નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે શહેરમાં આવેલ આશરે ૩૫ જેટલા ફુટેજની સ્ક્રુટીની કરી હતી. તેમાં એક વાદળી કલરની અતુલ શક્તિ રીક્ષાની હિલચાલ શકમંદ જણાઈ આવેલ હતી. પોલીસે જે આધારે હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેક્નીકલ સર્વેલન્સથી રીક્ષાની ઓળખ કરી રીક્ષાના માલિકને ઝડપી આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી
જેમા ભાગી પડેલ રિક્ષા માલીક અજયભાઈ રમેશભાઈ વાઘરી ઉ.વ.૩૩ રહે.મૂળ મોતીપુરા, મીઠીકુઇ, મુ.તા.કપડવંજ હાલ રહે. કપડવંજ ભૂતખાબડા રોડ ઉપર એ પોતાના બે સંબંધી રાજ કંચનભલ વાઘરી ઉ.વ.૨૧ રહે.મૂળ જલારામનગર, મહાનગર સામે, પ્રતાપનગર, વડોદરા હાલ રહે. એકતાનગર, બોરસદ ચોકડી, આણંદ અને મનસુખભાઈ મનિષભાઈ દંતાણી ઉ.વ.૨૪ રહે.પાણીની ટાંકી પાસે, ઝૂંપડપટ્ટી જી.આઈ.ડી.સી.રોડ, મકરપુરા,
વડોદરા વિક્કી વિજય ગોદરીયા (દેવીપુજક) રહે.જલારામનગર, મહાનગર સામે ડભોઈ રોડ, વડોદરા અને વિજય ઉર્ફે વિજલો દેવીપુજક રહે.જલારામનગર, મહાનગર સામે, ડભોઈ રોડ, વડોદરા ની મદદ થી જયેશભાઈ ના બંધ મકાનમાંથી એન્ટિક વાસણોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી
બાદ પોલીસે વડોદરા ખાતેથી ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ અતુલ શક્તિ રીક્ષા તેમજ મકાનમાંથી ચોરાયેલ એન્ટિક વાસણો સાથે ગેંગ ના બે સાગરીત મનસુખ દંતાણી અને રાજ વાઘરીને પણ ઝડપી પાડ્યા હતા અમે પોલીસે ત્રિપુટી એ ચોરેલ રૂપિયા૧,૪૩,૦૦૦ ના એન્ટિક વાસણો અને રિક્ષા મળી કુલ ૨. ૪૩ લાખ ની કિંમતનું મુદ્દા માલ કબજે કર્યો હતો
દરમિયાન પોલીસ દ્વારા આ ગુનામાં વોન્ટેડ અન્ય બે આરોપી વિજય ઉર્ફે વીજલો દેવીપુજક અને વિકી ગોદરીયા ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે
પોલીસ તપાસમાં ગેંગનું મુખ્ય સૂત્રધાર કપડવંજનો અજય મોહન વાઘરી છે
તેની પૂછપરછ માં પોલીસને એવી માહિતી હાથ લાગી હતી કે આ ગેંગ જુના બંધ મકાનોની રેકી કરી રાત્રીના સમયે આવી નક્કી કરવામાં આવેલ જગ્યાએ તમામ આરોપીઓ ભેગા મળી મકાનના દરવાજાના નકુચાઓ તોડી જુના તાંબા પિત્તળ વિગેરે ધાતુના વાસણોની ચોરી કરી વાસણના વેપારીઓને પોતાના વાસણો હોવાનું જણાવી વેચાણ કરી કરી લેતી હોવાનું ખુલાસો થયો છે.