વિધવા પર બળાત્કાર ગુજારવાના કેસમાં ત્રણ સંતાનના પિતાની આગોતરા જામીન અરજી રદ
અમદાવાદ, વિધવા મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને ધર્મ પરિવર્તન કરાવવાના ચકચારી કેસમાં એક આરોપીની આગોતરા જામીનઅરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
કોર્ટે ચુકાદામાં નોંધ્યુ હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, તેની તપાસ ચાલી રહી છે ત્યારે આવા ગુનામાં આરોપીને જામીન આપવા ન્યાયોચિત જણાતું નથી. ધર્મપરિવર્તન અને બળાત્કાર કેસમાં ધરપકડથી બચવા માટે વજીરન આરીફભાઇ ભિસ્તીએ આગોતરા જામીનઅરજી કરી જેમાં એવી રજૂઆત કરી હતી કે, મારો કોઇ જ રોલ નથી, ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે.
કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ આગોતરા જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું જેથી જામીન પર મુક્ત કરવો જોઇએ. અરજીનો વિરોધ કરતા સરકારી વકીલ નવીન ચૌહાણે એવી દલીલ કરી હતી કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીએ નામ બદલી વિધવાને જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો, અન્ય આરોપીઓએ મહિલાને ધર્મ પરિવર્તન કરાવવા દબાણ કર્યું હતું..
આ મામલે તપાસ ચાલી રહી છે, આરોપીને જામીન આપવામાં આવે તો સમાજ પર કાયદાની વિપરીત અસર પડે તેમ છે, ત્યારે આરોપીને જામીન પર મુક્ત ન કરવો જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવી દીધા છે. વિધવા મહિલાને યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી.
પછી મહિલાનું ધર્મપરિવર્તન કરાવી તેની સાથે નિકાહ કરી તેને ગર્ભવતી બનાવી હતી. આ યુવક પરિણીત પણ હતો અને તેને ત્રણ સંતાનો હતા. આ બધી ખબર પડતા જ વિધવા મહિલા રિવરળન્ટ પર આપઘાત કરવા નીકળી હતી, પણ આપઘાત પહેલા તેણે પોતાનો વીડિયો બનાવતા પોલીસે તેને આપઘાત કરતા બચાવી હતી. ત્યારબાદ આ મામલે ફરિયાદ નોંધી પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી.SS1MS