ઈન્ડિયન આઈડલ ૧૩ જજ નહીં કરે અનુ મલિક

મુંબઈ, મ્યૂઝિક કમ્પોઝર અને સિંગર અનુ મલિક સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’ની આ સીઝન જજ નહીં કરે. જાે કે, તેઓ પહેલીવાર ‘સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ’ના જજ બનશે. વાતચીતમાં અનુ મલિકે કહ્યું હતું કે ‘હું ઘણા વર્ષોથી ઈન્ડિન આઈડલ સાથે સંકળાયેલો હતો પરંતુ હવે નવા શો તરફ જઈ રહ્યો છું અને પહેલીવાર સા રે ગા મા પા જજ કરવા માટેની ખુશી પણ છે.
હવે મારું ફોકસ નાના સિંગર્સને જજ કરવા પર રહેશે, જેઓ ખૂબ જ ટેલેન્ટેડ છે. એક રિયાલિટી શોમાં મેં ઘણા વર્ષ પહેલા મોનાલી ઠાકુરને સિલેક્ટ કરી હતી અને તે હવે નેશનલ એવોર્ડ વિનર છે’.
૨૦૧૯માં #Mªoo કોન્ટ્રોવર્સીમાં નામ આવ્યા બાદ ‘ઈન્ડિયન આઈડલ ૧૧’માંથી અનુ મલિકને બહાર કરાયા હતા પરંતુ ઓક્ટોબર ૨૦૨૧માં જ્યારે વિશાલ દદલાનીએ ‘ઈન્ડિયન આઈડલ ૧૨’માંથી બ્રેક લીધો ત્યારે તેમનું કમબેક થયું હતું. કોઈ પણ પ્રકારની કોન્ટ્રોવર્સી પર ટિપ્પણી ન કરતાં સિંગર-કમ્પોઝરે કહ્યું હતું કે, ‘હાલ હું માત્ર ‘સા રે ગા મા પા’ પર જ ફોકસ કરી રહ્યો છું.
ટીવી પર કમબેક કરવા જઈ રહ્યો છું તેની ખુશી છે. દર્શકોએ મને હંમેશા જજ તરીકે પસંદ કર્યો છે અને આ નવું કામ હાથ લઈને હું ખૂબ ઉત્સાહિત છું.
આ સિવાય નવા ટેલેન્ટને સાંભળવા તરફ જાેઈ રહ્યો છું’. શંકર મહાદેવન ‘સા રે ગા મા પા લિટલ ચેમ્પ’ના અન્ય સેલેબ્સ જજ છે અને જજની પેનલ માટે નીતિ મોહનના નામની પણ ચર્ચા થઈ રહી હોવાના રિપોર્ટ્સ છે. અનુ મલિકે કહ્યું હતું કે, ‘મને ખુશી છે કે તેમણે શંકરને ફરીથી શોના જજ તરીકે પસંદ કર્યો.
અમને સાથે શો જજ કરવાની મજા આવશે. ઈન્ડિયન આઈડલ ૧૩ની વાત કરીએ તો, તેના ઓડિશન શરૂ થઈ ગયા છે અને થોડા દિવસ પહેલા જ પ્રોમો શેર કરવામાં આવ્યો હતો. જે ટ્રોલ થયો હતો. રિયાલિટી શોની ૧૨મી સીઝન વિવિધ કારણોથી ચર્ચામાં રહી હતી.
ક્યારેક પવનદીપ અને અરુણિતાના કથિત સંબંધોના કારણે તો ક્યારેય નેહા કક્કડનો ઓવરએક્ટિંગના કારણે. ખાસ કરીને કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડમાં તેમના દીકરા અમિત કુમારે હાજરી આપ્યા બાદ તેમને કન્ટેસ્ટન્ટ્સના વખાણ કરવાનું કહેવામાં આવ્યું હોવાના ખુલાસા બાદ શોનો વિવાદ ચગ્યો હતો.SS1MS