Western Times News

Gujarati News

ભરૂચના અનુભૂતિ ધામ ખાતે એજ્યુકેશન વિગની મીટીંગ અને ટ્રેનિંગ યોજાઈ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બે દિવસ્ય એજ્યુકેશન વિંગની મીટીંગ અને ટ્રેનિંગ યોજાઈ હતી.

વર્તમાન સમયમાં મોબાઈલના યુગમાં શાળા અને કોલેજે જતા અભ્યાસ કરતા બાળકો વિદ્યાર્થીઓ મોબાઈલના યુગમાં ચીરચિરિયા સ્વભાવના થઈ ગયા છે.જેના કારણે તેઓના શિક્ષણ પર પણ મોટી અસર જાેવા મળી રહે છે.

ત્યારે આવા સમયે બાળકો તેઓના શિક્ષણ પર માતી અસર વર્તાઈ રહી છે.ત્યારે આવા સમયમાં વિદ્યાર્થીઓ રાજયોગ દ્વારા તેઓના શિક્ષણકાર્ય સરળતાથી પૂર્વક પાર પાડી શકે અને તેઓ તેઓની પરીક્ષામાં પણ સારા પ્રભાવ બતાવી શકે અને આવનાર સમયમાં તેઓના જીવનમાં કંઈક ઊંચુ સ્થાન પ્રાપ્ત કરે આવા ઉમદા આશરે થી બ્રહ્માકુમારી માઉન્ટ આબુ દ્વારા

છેલ્લા ઘણા સમયથી આવા અનેક પ્રકારના પ્રયાસોથી સમાજના લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજરોજ ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે બે દિવસીય એજ્યુકેશન વિગની મીટીંગ અને ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં પ્રોફેસર મુકેશભાઈ જયપુર ઈન્ટરનેશનલ કોલેજ અને બીકે ચિતાબેન જયપુર તથા મમતાબેન અમદાવાદ અને બીકે સુમનબેન શિક્ષણ પ્રભાતના રાષ્ટ્રીય કોર્ડીનેટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા ભરૂચના સબ ઝોન ઈન્ચાર્જ બીકે પ્રભાદિદિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ તમામ વ્યક્તિઓને એજ્યુકેશન વિંગ ની માહિતી પૂરી પાડવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.