અનુપમામાં અનુજને લકવાગ્રસ્ત દેખાડાતાં દર્શકો ગુસ્સે થયા
મુંબઈ, રૂપાલી ગાંગુલી સ્ટારર સીરિયલ ‘અનુપમા’ના અપકમિંગ એપિસોડમાં દર્શકોને જબરદસ્ત ટિ્વસ્ટ જાેવા મળવાનો છે. છેલ્લા ઘણા દિવસથી શાહ હાઉસમાં પાખી અને અનુપમા વચ્ચે ઈમોશનલ ડ્રામા ચાલી રહ્યો છે.
દીકરી પાખીની દિલ પર ચાબખા મારતી વાતોથી જ્યાં એક તરફ અનુપમા બહાર નથી આવી ત્યાં થોડા જ દિવસમાં તેને વધુ એક ઝટકો મળવાનો છે. સીરિયલનો જે નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં અનુજને પેરેલાઈઝ઼્ડ દેખાડવામાં આવ્યો છે.
બરખા અને તેનો પતિ અંકુશ અનુપમાની પજવણી કરે છે અને કહે છે તે જે રીતે અનુજને તારી જાળમાં ફસાવ્યો તેમ તારી દીકરી અધિકને ફસાવી રહી છે, તો બીજી તરફ વનરાજ કહે છે અનુજ સાથે લગ્ન કરીને તું સાતમા આસમાને હતી ને, પરંતુ તેના પરિવારે તને તારી ઓકાત દેખાડી દીધી’.
અનુજની સંભાળ રાખી રહેલી અનુપમા કહે છે હવે તો બે-બે અનુ તમારી રાહ જાેઈ રહી છે. દુનિયા ગમે તે કહે પરંતુ હું તમને તમારા પગ પર ઉભા કરીને જ રહીશ. અનુપમાનો નવો પ્રોમો જાેઈને ફેન્સ રોષે ભરાયા છે અને મેકર્સે ટીઆરપી માટે અનુજ કપાડિયાને પેરાલિસિસગ્રસ્ત બનાવ્યો હોવાનું કહી રહી રહ્યા છે. કેટલાક લોકોનું તેમ પણ કહેવું છે કે, મેકર્સનું મગજ ખરાબ થઈ ગયું છે…તેમને ટીઆરપી માટે એક મહિલાને બિચારી, રડતી અને નબળી દેખાડવી છે.
શાહ હાઉસના લોકોને પણ અલગ જ લેવલના દેખાડવામાં આવ્યા છે. વારંવાર અનુપમાને બિચારી મહિલા દેખાડવાનું બંધ કરો…તેને એક સશક્ત બિઝનેસવુમન તરીકે દેખાડો’. દર્શકો જ્યાં એક તરફ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે અનુજ કપાડિયાનું પાત્ર ભજવી રહેલા ગૌરવ ખન્નાનું રિએક્શન સામે આવ્યું છે.
એક વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં ગૌરવ ખન્નાએ કહ્યું હતું ‘પ્રોમો આવી ગયો છે અને તે રસપ્રદ ટ્રેક રહેવાનો છે. હું ટ્રેક વિશે વધારે જાણતો નથી પરંતુ મને રાજન શાહી અને અનુજ માટે તેમના વિઝન પર ભરોસો છે.
હું હાલ પૂરી રીતે શો અને અનુજ પ્રત્યે સમર્પિત છું. આ સિવાય સ્ટોરી કહેવામાં રાજન શાહી માસ્ટરક્લાસ છે અને મને ખાતરી છે કે અપકમિંગ ટ્રેક રસપ્રદ અને અલગ હશે’.SS1MS