સચિન GIDCમાં બોઇલર બ્લાસ્ટ થયું, 4 ના મોત
અનુપમ રાસાયણ (Anupam rasayan) કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા, તે સમયે આગ લાગી
સુરત, સુરતની સચિન GIDCમાં આવેલી અનુપમ રાસાયણ કંપનીમાં આગ લાગતાં એકનું મોત થયું છે.જ્યારે ત્રણ કારીગરોના સારવાર દરમ્યાન મૃત્યુ થયા હતા.આ સાથે મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો છે.
હજુ પણ બે કામદારો હોસ્પિચલમાં સારવાર હેઠળ છે. મોડી રાત્રે કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.કંપનીમાં આગ લાગી હોવાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.તમને જણાવી દઈએ કે, સચિન GIDCમાં કેમિકલ બનાવતી અનેક કંપનીઓ કાર્યરત છે.
અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાએક આગ લાગતા અફરાતફરી જાેવા મળી હતી. કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા, તે સમયે જ આગ લાગી હતી. આ આગ જાેત જાેતામાં ખૂબ જ પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગની જાણ થતા ૩૦થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર આગ ઉપર કાબુ મેળવવા પહોંચી હતી અને ૪થી ૫ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો.
અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. જ્વલંતશીલ કેમિકલનો ઉપયોગ થતો હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવો પણ મુશ્કેલ હતો. ફેક્ટરીમાં કેમિકલના ડ્રમ ભરેલા હોવાથી આગે જાેત જતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધડાકાભેર ડ્રમ ફાટવાના અવાજથી ભયનો માહોલ ઉભો થયો હતો