સીરિયલમાં અનુપમા એક્ટર ઝૈન ઈમામની થશે એન્ટ્રી!
મુંબઈ, રૂપાલી ગાંગુલી સ્ટારર સીરિયલ અનુપમામાં કિંજલની પ્રેગ્નેન્સી દરમિયાન તોષુના કોઈની સાથે આડાસંબંધો હોવાની જાણ તમામને થઈ ગઈ છે. કિંજલ તોષુથી નારાજ છે અને તેણે તેની દીકરી તેમજ પોતાનાથી દૂર રહેવાની ચેતવણી આપી દીધી છે.
તોષુ પોતાની ભૂલને માફ કરી દેવા માટે ઘૂંટણિયે પડી જાય છે પરંતુ કિંજલ તેના ર્નિણય પર તટસ્થ છે અને માત્ર શાહ પરિવારના અન્ય સભ્યો માટે તે ઘરમાં આવી હોવાનું કહે છે.
આ દરમિયાન શાહ હાઉસમાં હાલ નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન તોષુ પોતાનો બદલો લેવા માટે દીકરીનું અપહરણ કરે છે અને તેનાથી બધાને જબરદસ્ત આંચકો પણ લાગે છે. અનુપમા સીરિયલના આગામી સમયમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા જાેવા મળશે.
તોષુએ પોતાની દીકરીનું અપહરણ કરતાં કિંજલ તેના જીવનનો સૌથી મોટો ર્નિણય લેશે. તે તોષુને ડિવોર્સ આપીને પોતાની રીતે જીવન જીવવાનું નક્કી કરશે. કિંજલનો ર્નિણય તોષુને આંચકો આપશે. તે તેનાથી દૂર રહીને જીવનની એક નવી શરૂઆત કરવાનું નક્કી કરશે.
આ દરમિયાન સીરિયલમાં એક નવા પાત્રમાં એન્ટ્રી થશે, જે કિંજલના ઓપોઝિટમાં હશે. આ પાત્ર ન માત્ર કિંજલને દુઃખના સમયમાં સાથ આપશે પરંતુ તેની દીકરીની પણ પૂરતી જવાબદારી લેશે. રિપોર્ટ્સનું માનીએ તો, ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર્સમાંથી એક ઝૈન ઈમામનું નવા પાત્ર માટે કાસ્ટિંગ કરાયું છે. ઝૈન ઈમામનું નિધિ શાહ ઉર્ફે કિંજલ સાથેનું બોન્ડિંગ તમામ સમીકરણો બદલી નાખશે.
અનુપમાના લેટેસ્ટ એપિસોડમાં જાેયું કે, અનુપમા અને અનુજ કપાડિયા સાથે બદલો લેવા માટે તોષુ નાની અનુને તેમનાથી દૂર કરવાનો પ્લાન ઘડે છે. બંનેએ જે અનાથાશ્રમમાંથી અનુને દત્તક લીધી છે તેમને તોષુ બોલાવે છે અને અનુપમા-અનુજ વિરુદ્ધ ભડકાવે છે.
અનાથાશ્રમના અધિકારીઓને પોતાના ઘરે આવેલા જાેઈ શાહ અને કપાડિયા પરિવારના સભ્યોને આશ્ચર્ય થાય છે. તોષુની આ હલકી હરકતથી ગુસ્સે થયેલો અનુજ તેને લાફો માગે છે અને અનુ માટે તે શ્રેષ્ઠ પિતા હોવાની સાબિતી આપે છે. વનરાજ પણ તેમાં અનુપમાને સાથ આપે છે અને તોષુને ઠપકો આપે છે. પોતાનો જ પરિવાર તેને આમા સાથ ન આપી રહ્યો હોવાથી તોષુને ખરાબ લાગે છે.SS1MS