અનુપમા ફેમ રૂપાલીએ દીકરાના બર્થ ડે પર રાખી સ્પેસ થીમ પાર્ટી
મુંબઈ, સીરિયલ ‘અનુપમા’થી અપાર પ્રસિદ્ધિ મેળવનારી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીના દીકરા રુદ્રાંશનો બે દિવસ પહેલા નવમો બર્થ ડે હતો. રૂપાલી શનિવારે સાંજે દીકરા માટે શાનદાર બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તેના અનુપમાના કો-એક્ટર્સ તેમજ પરિવારજનો હાજર રહ્યા હતા.
રુદ્રાંશની સ્પેસ થીમ બર્થ ડે પાર્ટીમાં બાળકોએ વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ રમી, બોલિંગ કરી અને ટ્રેમ્પોલિનમાં કૂદકા મારીને ખૂબ મજા કરી હતી. પાર્ટીમાં અનુપમા સીરિયલમાંથી અનેરી વજાની, ગૌરવ ખન્ના અને તેની પત્ની આકાંક્ષા, અલ્પના બુચ, જસવીર કૌર અને અનુજ-અનુપમાની દીકરીનો રોલ કરતી ચાઈલ્ડ આર્ટિસ્ટ અસમી પણ ઉપસ્થિત રહી હતી. બર્થ ડે પાર્ટીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પેસ થીમની કેકની ઝલક જાેવા મળે છે.
રૂપાલી પોતાના પતિ અશ્વિન તેમજ દીકરા સાથે જાેવા મળી રહી છે. અસમી પણ રૂપાલીની પાસે ઊભેલી જાેવા મળે છે. પાર્ટીમાંથી બાનો રોલ કરતાં અભિનેત્રી તેમજ રૂપાલીના ભાઈ વિજય ગાંગુલીની તસવીરો સામે આવી છે. અલ્પના બુચ નાચતાં અને મસ્તી કરતાં જાેવા મળ્યા હતા.
રૂપાલી ગાંગુલી પર્ફેક્ટ યજમાનની ભૂમિકા ભજવતી જાેવા મળી હતી. પાર્ટીમાં આમંત્રિત દરેક ગેસ્ટે ભોજન કર્યું કે નહીં તે સુનિશ્ચિત કરતી તેમજ બાળકો મજા કરી રહ્યા છે કે નહીં તેનું પણ ધ્યાન રાખતી રૂપાલી દેખાઈ હતી. અનુજ કપાડિયા એટલે કે એક્ટર ગૌરવ ખન્ના પાર્ટીમાં પોતાની પત્ની આકાંક્ષા સાથે આવ્યો હતો. બ્લેક રંગના ટી-શર્ટ અને ટ્રાઉઝર તેમજ કેપમાં ગૌરવ હંમેશાની જેમ હેન્ડસમ લાગતો હતો.
તેની વાઈફ પણ મિનિ સ્કર્ટમાં ખૂબસૂરત લાગતી હતી. અસમીએ ગૌરવ અને આકાંક્ષા સાથે પોઝ આપ્યો હતો. એક્ટ્રેસ જસવીર કૌર પણ પાર્ટીની મજા માણતી જાેવા મળી હતી.
પાર્ટીમાંથી રૂપાલીની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે પોતાના પતિ અશ્વિન તેમજ ગૌરવ-આકાંક્ષા અને અનેરી વજાની સાથે પોઝ આપતી દેખાય છે. રૂપાલી ગાંગુલીએ દીકરાના બર્થ ડે પર તેની સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરતાં તેને પોતાના જીવનનો સૌથી મોટો આશીર્વાદ ગણાવ્યો હતો. તેણે લખ્યું હતું, “સમય કેટલો જલ્દી પસાર થઈ જાય છે.
મારા સૌથી મોટા આશીર્વાદને જન્મદિવસની શુભકામના. તું મારો ચમત્કાર…મારી દુનિયા છે..મારી જિંદગી છે..તારામાં કોઈ ફિલ્ટર નથી…માતારાણી અને મહાકાલ હંમેશા તારા પર કૃપા વરસાવે અને તારું રક્ષણ કરે. મારા કિંમતી બાળક સાથે દિવસ સારી રીતે વિતાવ્યો પછી ભલેને પોસ્ટ એક દિવસ મોડી મૂકી. સૌનો શુભકામના અને પ્રેમ માટે આભાર.” જણાવી દઈએ કે, રુદ્રાંશ, રૂપાલી અને અશ્વિનનું એકમાત્ર સંતાન છે.SS1MS