ઝલક દિખલા જામાં ડાન્સિંગ સ્કીલ બતાવશે અનુપમાનો સમર
મુંબઈ, ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જાની ૧૦મી સીઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શોના મેકર્સ દસમી સીઝન માટે જજની ખુરશી પર બેસાડવા માધુરી દીક્ષિત નેને, કરણ જાેહર અને નોરા ફતેહીને ફાઈનલ કરી ચૂક્યા છે. જ્યારે કન્ટેસ્ટન્ટ્સ માટે શોની ટીમ વિવિધ સેલિબ્રિટીઝ સાથે વાતચીત કરી રહી છે.
એવામાં ટેલિવિઝનના ત્રણ જાણીતા ચહેરાના નામ સામે આવ્યા છે જે આ શોમાં એકબીજા સાથે સ્પર્ધા કરતાં દેખાઈ શકે છે. માહિતી અનુસાર, હિના ખાન અને નિયા શર્મા એવા સેલિબ્રિટીઝ પૈકીના એક છે જેનો મેકર્સે શો માટે પહેલવહેલો સંપર્ક કર્યો હતો. હિના ખાન સાથેની વાટાઘાટ લગભગ ફાઈનલ સ્ટેજમાં પહોંચી ચૂકી છે. જ્યારે નિયા શર્મા શોનો ભાગ હશે તેની પુષ્ટિ થઈ ગઈ છે.
આ સિવાય ‘અનુપમા’ સીરિયલમાં સમરના રોલમાં જાેવા મળતા એક્ટર પારસ કલનાવતનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પારસે પણ આ ડાન્સ રિયાલિટી શો માટે હામી ભરી છે એટલે તે ‘ઝલક દિખલા જા ૧૦’માં પોતાની ડાન્સિંગ સ્કીલ દેખાડતો જાેવા મળશે.
રસપ્રદ વાત તો એ છે કે, ‘અનુપમા’માં પણ પારસનું પાત્ર ડાન્સર અને કોરિયોગ્રાફર છે. એવામાં શોમાં તો તેને દર્શકો અવારનવાર નાચતો જુએ છે ત્યારે હવે રિયલ લાઈફમાં પણ તે પોતાની નૃત્યકળા દર્શાવશે. હિના અને નિયાની વાત કરીએ તો, ભારતીય ટેલિવિઝનના ફિક્શન જાેનર માટે તેમના નામ નવા નથી.
‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી ૮’ (૨૦૧૭)માં ભાગ લઈ ચૂકેલી હિના ખાન ૨૦૧૮માં ‘બિગ બોસ’ની ૧૧મી સીઝનમાં જાેવા મળી હતી. છેલ્લે હિના સીરિયલ ‘નાગિન ૫’માં કેમિયો રોલમાં દેખાઈ હતી. ઉપરાંત ‘બિગ બોસ ૧૪’માં બે અઠવાડિયા સુધી ગેસ્ટ તરીકે જાેવા મળી હતી.
આ તરફ નિયા શર્મા ‘નાગિન ૪’માં જાેવા મળી હતી. તેણે પણ ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી ૮’માં ભાગ લીધો હતો અને ૨૦૨૦માં ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી- મેડ ઈન ઈન્ડિયા’ની વિજેતા બની હતી.SS1MS