Western Times News

Gujarati News

અનુપમાની કિંજલે મહિલાઓએ વેઠવી પડતી પીડાને વર્ણવી

મુંબઈ, પોપ્યુલર ટીવી સીરિયલ અનુપમામાં હાલ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. પિતા વનરાજ શાહની જેમ તોષુ પણ તેમના પગલે-પગલે ચાલ્યો છે અને પત્નીની ગર્ભાવસ્થા દરમિયાન જ કોઈની સાથે આડાસંબંધો બાંધી બેઠો.

અનુપમાને જ્યારે આ વાતની જાણ થઈ તો તેણે તેના પર રોષ વ્યક્ત કર્યો હતો, તે સમયે પોતાની ભૂલ માટે પક્ષ રાખતાં તેણે કહ્યું હતું કે, પત્ની પ્રેગ્નેન્ટ હોય ત્યારે પુરુષ બહારથી સુખ શોધવા જાય તે સામાન્ય છે.

મેકર્સે જે રીતે તોષુની વિચારસરણી દેખાડી છે તે જાેઈને તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. તે સમાજમાં પુરુષોની ખરાબ છબી ઉભી કરી રહ્યો હોવાનું કેટલાકે કહ્યું હતું. હાલમાં જ એક વેબપોર્ટલ સાથે તોષુની પત્ની કિંજલનું પાત્ર ભજવી રહેલી નિધિ શાહે લગ્નેત્તર સંબંધો અને મહિલાઓ કેવી રીતે તેની સામે ડીલ કરે છે તે અંગે વાત કરી હતી.

નિધિ શાહ જણાવ્યું હતું કે, આપણા સમાજમાં લગ્નેત્તર સંબંધો ઘણા સમયથી ચાલી રહ્યા છે અને તે કઠોર વાસ્તવિકતા છે. તેણે ઉમેર્યું હતું કે, કેવી રીતે ઘણી બધી મહિલાઓ પીડામાંથી પસાર થાય છે પરંતુ તેમના પતિ વિરુદ્ધ જવાના બદલે મૌન સેવીને રાખે છે. તેણે તેમ પણ કહ્યું હતું કે, આવી મહિલાઓ ‘અનુપમા’ના હાલના ટ્રેક સાથે પોતાને સાંકળી શકશે.

તોષુની હરકત વિશે જાણ થયા બાદ કિંજલનું પાત્ર ભજવવું કેટલું પડકારજનક રહ્યું તે વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે, આ માટે તેણે ઘણી મહેનત કરી હતી તેમજ યોગ્ય રીતે લાગણી દર્શાવવા માટે ડિરેક્ટરની પણ મદદ લીધી હતી. ‘અનુપમા’ સીરિયલમાં વધુ એક ટિ્‌વસ્ટ જાેવા મળવાનો છે. સામે આવેલા પ્રોમો પ્રમાણે વનરાજ શાહ તોષુને ધક્કો મારીને ઘર બહાર નીકાળતો જાેવા મળશે.

એકસમયે તોષુના પ્રેમમાં રહેલી કિંજલને તેની હકીકત જાણ્યા બાદ તેના પ્રત્યે નફરત થઈ ગઈ છે. તે તેને નવજાત દીકરીને હાથ ન લગાવવાની અને ઘર છોડીને જતા રહેવાની વાત કરે છે. તે જ સમયે વનરાજ કહે છે કે, આ ઘરમાં કોઈ જશે તો કિંજલ નહીં પરંતુ તે તોષુ હશે. વનરાજ તેનો કોલર પકડશે અને ઘર બહાર કાઢી મૂકી તેના માટે હંમેશા માટે ઘરના દરવાજા બંધ કરી દેશે. જે કંઈ થયું તે માટે તોષુ અનુપમાને જવાબદાર ગણશે અને કહેશે ‘અનુપમા કપાડિયા હું તમને જીવનભર માફ નહીં કરું’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.