અનુષ્કા અને વિરાટએ લંડનમાં એન્જોય કરી રોમેન્ટિક કોફી ડેટ
મુંબઈ, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અનુષ્કા શર્મા તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ સાથે જાેડાયેલી અપડેટ્સ ફેન્સ તેમજ ફોલોઅર્સ સાથે શેર કરતી રહે છે. તે ઘણીવાર ક્રિકેટર-પતિ વિરાટ કોહલી સાથેની રોમેન્ટિક તસવીરો પણ પોસ્ટ કરતી રહે છે.
અપકમિંગ ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ના શૂટિંગમાં વ્યસ્ત અનુષ્કાએ હાલમાં જ પતિ માટે થોડો સમય કાઢી લીધો હતો અને બંને રોમેન્ટિક કોફી ડેટ પર ગયા હતા. તેની ઝલક એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દેખાડી છે, જેમાં બંને રોડ પર રહેલા કોઈ કેફેમાં બેસીને વાતચીત કરતાં કોફી પી રહ્યા છે.
એક તસવીરમાં અનુષ્કા અને વિરાટ કોઈ વાત પર ખડખડાટ હસી રહ્યા છે. આ સિવાય એક સેલ્ફી પણ છે, જેમાં પાવરફુલ કપલનું સ્મિત કેમેરામાં કેદ થયું છે. તસવીરોમાં અનુષ્કા શર્માએ વ્હાઈટ ટીશર્ટ, બ્લેક જેકેટ અને પિંક ટ્રાઉઝર પહેર્યું છે. તેણે વાળ બાંધીને રાખ્યા છે અને સ્લિંગ બેગ કેરી કરી છે. તો બીજી તરફ વિરાટ કોહલીએ પણ વ્હાઈટ ટીશર્ટ, જેકેટ અને બ્લેક ડેનિમ પહેર્યું છે.
કપલે ટિ્વનિંગ કરતાં વ્હાઈટ સ્નીકર્સ પહેર્યા છે. કેપ્શનમાં તેણે રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે. એક્ટ્રેસના ભાઈ કર્ણેશ શર્મા, શિબાની દાંડેકર, અભિષેક બેનર્જી, ઝોયા અખ્તર, કરિશ્મા કપૂર, રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, સાનિયા મિર્ઝા સહિતના સેલેબ્સ બંને પર પ્રેમ વરસાવતા હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે.
તો ફેન્સે કોમેન્ટ કરતાં તેમને ફેવરિટ અને ક્યૂટ કપલ ગણાવ્યું છે. એશિયા કપ ૨૦૨૨માં અફઘાનિસ્તાન સામેની મેચમાં પતિ વિરાટ કોહલીએ ૭૧મી સદી ફટકારતાં અનુષ્કા શર્માએ ગર્વ લીધો હતો. તેણે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને લખ્યું હતું ‘દરેક સ્થિતિમાં હંમેશા તારી સાથે’. તો કોહલીએ પણ મેચ ખતમ થયા બાદ તેની આ સિદ્ધિ અનુષ્કા અને દીકરી વામિકાના નામે કરી હતી.
અનુષ્કા શર્માની વાત કરીએ તો, તે ઘણા લાંબા સમય બાદ મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. ‘ચકદા એક્સપ્રેસ’ ફિલ્મ એ પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર જુલણ ગોસ્વામીની બાયોપિક છે, આ માટે અનુષ્કાએ ખાસ્સી મહેનત કરી છે અને ક્રિકેટ સ્ટેડિયમમાં પરસેવો પાડ્યો છે.
છેલ્લે તે આનંદ એલ. રાયની ડિસેમ્બર, ૨૦૧૯માં આવેલી ‘ઝીરો’માં શાહરુખ ખાન અને કેટરીના કૈફ સાથે સ્ક્રીન શેર કરતી દેખાઈ હતી. ફિલ્મ બોક્સઓફિસ પર સુપરફ્લોપ સાબિત થઈ હતી.SS1MS