અનુષ્કાએ કોલકાતામાં પુરું કર્યું ચકદા એક્સપ્રેસનું શૂટિંગ

મુંબઈ, એક્ટ્રેસ અનુષ્કા શર્મા ચાર વર્ષના બ્રેક બાદ બોલિવુડમાં વાપસી કરવાની છે. અનુષ્કા શર્મા હાલ ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલણ ગોસ્વામીના જીવન આધારિત ફિલ્મ ચકદા એક્સપ્રેસનું શૂટિંગ કરી રહી છે. છેલ્લા થોડા દિવસથી અનુષ્કા શર્મા કોલકાતામાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.
અહીંનું શૂટિંગ શિડ્યુલ પૂરું થતાં અનુષ્કા શર્માએ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેની દીકરી વામિકાની પણ ઝલક જાેવા મળે છે. આ સાથે જ અનુષ્કાએ કોલકાતામાં આરોગેલી સ્વાદિષ્ટ વસ્તુઓની પણ ઝલક બતાવી છે. અનુષ્કા શર્માએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાંથી એકમાં તે બેલુર મઠ ખાતે પૂજા કરતી જાેવા મળે છે. અનુષ્કાએ કાલીગટ મંદિરની મુલાકાત દીકરી સાથે લીધી હતી.
અનુષ્કા દીકરીને તેડીને ઊભેલી દેખાઈ રહી છે. બાકીની તસવીરો તેણે ખાધેલી વાનગીઓની છે. જેમાં ફિરની, ચા-સમોસા, રસગુલ્લા, શરબત, મલાઈ રોલ અને કચોરી આલુ જાેવા મળે છે. આ તસવીરો શેર કરતાં એક્ટ્રેસે લખ્યું, “ખાવ-પ્રાર્થના કરો અને પ્રેમ કરો.
કોલકાતા ફોટો ડમ્પ.” સાથે જ તેણે શિડ્યુલ પૂરું થયું હોવાનું જણાવ્યું છે. અનુષ્કાની આ તસવીરો પર પતિ વિરાટ કોહલીએ હાર્ટ ઈમોજી દ્વારા કોમેન્ટ કરી છે. મહત્વનું છે કે, અનુષ્કા શર્માએ દિવાળી પણ કોલકાતામાં ફિલ્મની ટીમ સાથે ઉજવી હતી. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માએ કોલકાતા શહેર પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું, કોલકાતાનું મારા દિલમાં ખાસ સ્થાન છે.
આ શહેરમાં ખૂબ ઉષ્મા છે તેમજ સ્વાદિષ્ટ ભોજન, સુંદર આર્કિટેક્ચર અને અહીંના લોકોનો પ્રેમ બધું જ મને પસંદ છે. મને કોલકાતાની દરેકે દરેક બાબત પસંદ છે. ‘ચકદા એક્સપ્રેસ’ માટે ફરીથી સિટી ઓફ જાેયમાં આવવાનો મને આનંદ છે.” અનુષ્કાએ છેલ્લે ફિલ્મ ‘પરી’ માટે કોલકાતામાં શૂટિંગ કર્યું હતું. જે બાદ ‘ચકદા એક્સપ્રેસ’ના અનાઉન્સમેન્ટ વિડીયોના શૂટિંગ માટે ઈડન ગાર્ડન આવી હતી.
અહીં તેની મુલાકાત ઝૂલણ ગોસ્વામી સાથે પણ થઈ હતી. ચકદા એક્સપ્રેસ’નું શૂટિંગ ભારત અને યુકેમાં થઈ રહ્યું છે. આ ફિલ્મ ૨૦૨૩માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. દીકરી વામિકાના જન્મ બાદ અનુષ્કા શર્માની આ પહેલી ફિલ્મ છે. અનુષ્કા છેલ્લે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે જાેવા મળી હતી.SS1MS