અનુષ્કાએ કો-એક્ટ્રેસને બર્થ ડે પર આપી વિરાટ ગિફ્ટ

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસનું શૂટિંગ કરી રહી છે. અનુષ્કા હાલ ફિલ્મની ટીમ સાથે યુકેમાં છે. ક્રિકેટ શિડ્યુલમાંથી બ્રેક મળતાં ક્રિકેટર વિરાટ કોહલી પણ પત્ની અનુષ્કા અને દીકરી વામિકા સાથે સમય વિતાવવા યુકે પહોંચી ગયો છે.
અનુષ્કા શર્માએ તેની કો-એક્ટ્રેસ અંશુલ ચૌહાણને તેની બર્થ ડે પર શાનદાર ગિફ્ટ આપી છે. અનુષ્કાએ અંશુલની મુલાકાત વિરાટ કોહલી સાથે કરાવી હતી. અંશુલ વિરાટની ખૂબ મોટી ચાહક છે ત્યારે અનુષ્કાએ તેની મુલાકાત ગોઠવી બર્થ ડે યાદગાર બનાવી દીધી હતી.
વિરાટ સાથેની મુલાકાતની તસવીરો અને વિડીયોમાં જાેઈ શકો છો કે અંશુલ હસતી અને શરમાતી જાેવા મળી રહી છે. પોતાના ફેવરિટ ક્રિકેટરને મળવાની ખુશી અંશુલના ચહેરા પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. અંશુલે આ તસવીરો શેર કરતાં લખ્યું, ફેન મોમેન્ટ! મારો જન્મદિવસ સુધરી ગયો છે. મને વિશ્વાસ નથી થતો કે મેં એકમાત્ર વિરાટ કોહલીને જાેયો અને તેની સાથે મુલાકાત કરી.
તસવીરોમાં દેખાય છે તેમ અત્યારે પણ હું ખડખડાટ હસી રહી છું. આ ક્ષણ માટે આભાર અનુષ્કા શર્મા. હેપી બર્થ ડે ટુ મી.” અનુષ્કા શર્માએ આ તસવીરો પર સ્માઈલિંગ ઈમોજી સાથે કોમેન્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અંશુલ ચૌહાણે અનુષ્કા સાથે ‘ઝીરો’માં પણ કામ કર્યું હતું. આ સિવાય અંશુલ ‘બિચ્છુ ખા ખેલ’, ‘તાજ મહેલ’ અને ‘શુભ મંગલ સાવધાન’ જેવી ફિલ્મોમાં જાેવા મળી છે.
અહીં નોંધનીય છે કે, ‘ચકદા એક્સપ્રેસ’ ૨૦૨૩માં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અનુષ્કા શર્મા પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલણ ગોસ્વામીના રોલમાં જાેવા મળશે. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. અનુષ્કા શર્મા છેલ્લે ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળી હતી.
૨૦૧૮માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનુષ્કા સાથે શાહરૂખ ખાન અને કેટરિના કૈફ પણ હતા. જે બાદ અનુષ્કા શર્મા લાંબા બ્રેક પર હતી. ૨૦૨૧માં અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો હતો. વામિકાના જન્મ બાદ અનુષ્કા હવે ફિલ્મી પડદે ‘ચકદા એક્સપ્રેસ’થી કમબેક કરી રહી છે. અનુષ્કા શર્માએ જાન્યુઆરી ૨૦૨૨માં ‘ચકદા એક્સપ્રેસ’ની જાહેરાત કરી હતી.SS1MS