દીકરીનો ફોટો લેવાનો પ્રયત્ન કરતાં ફોટોગ્રાફર પર ચીડાઈ અનુષ્કા
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ કમબેક ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અનુષ્કા શર્મા છેલ્લા લગભગ એકાદ મહિનાથી ફિલ્મનું યુકેમાં શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ પતાવીને મંગળવારે સાંજે અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે મુંબઈ પાછી આવી હતી.
અનુષ્કા અને દીકરી વામિકાને લેવા માટે વિરાટ કોહલી મુંબઈ એરપોર્ટ પર આવ્યો હતો. સામાન્ય રીતે મીડિયાને ખુશી-ખુશી પોઝ આપતી અનુષ્કા શર્મા એરપોર્ટ પર ગુસ્સે થતી જાેવા મળી હતી. અનુષ્કાને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
હકીકતે બન્યું એવું કે, અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે એરપોર્ટ પર આવી રહી હતી ત્યારે એક્ટ્રેસને લાગ્યું કે, ફોટોગ્રાફર વામિકાનો ફોટો પાડવાની કોશિશ કરી રહ્યા છે. જેથી અનુષ્કા ગુસ્સે થઈ હતી અને ઈશારાથી શું કરી રહ્યા હોવાનું પૂછ્યું હતું. ત્યારે ફોટોગ્રાફરે કહ્યું હતું, ‘બેબીનો નથી પાડી રહ્યા.’
અનુષ્કાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે અને લોકો જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો અનુષ્કાનો આ એટિટ્યૂડ જાેઈને નારાજ થઈ રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું, “તમે લોકો કેમ આટલી તકલીફ લો છો. કોઈને તેમની દીકરી જાેવામાં રસ નથી. તેણીમાં ખૂબ એટિટ્યૂડ છે.” બીજા એક યૂઝરે લખ્યું, “આનામાં બહુ અકડ છે.
ઘમંડ ઉતારવું જરૂરી છે.” અન્ય એક યૂઝરે લખ્યું, ‘ખરાબ એટિટ્યૂડ. તેમને ભાવ આપવાનું બંધ કરી દો.’ સાથે જ કેટલાય યૂઝર્સે મીડિયાના ફોટોગ્રાફર્સને અનુષ્કાના ફોટો ના પાડવાની સલાહ આપી હતી.
એરપોર્ટ પર મીડિયાને પોઝ આપતાં પહેલા વિરાટ કોહલીએ પણ ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી કે, તેઓ બીજી બાજુથી ફોટો પાડે જેથી દીકરી કેમેરામાં કેદ ના થાય. લૂકની વાત કરીએ તો, અનુષ્કા શર્મા બ્લેક ટી-શર્ટ અને ટ્રેકમાં જાેવા મળી હતી.
જ્યારે વિરાટ કોહલી વ્હાઈટ રંગના ટી-શર્ટ અને પેન્ટમાં જાેવા મળ્યો હતો. અનુષ્કા શર્માએ માસ્ક પહેરી રાખીને જ પોઝ આપ્યા હતા. જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટી-૨૦માંથી વિરાટ કોહલીને બ્રેક આપવામાં આવ્યો હતો. જેથી વિરાટ પોતાના ઘરે મુંબઈ આવી ગયો છે. આગામી ક્રિકેટ શિડ્યુલ શરૂ થતાં પહેલા વિરાટ કોહલી થોડા દિવસો પરિવાર સાથે વિતાવશે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ૨૦૨૧માં દીકરીના માતાપિતા બન્યા હતા. દીકરીના જન્મ વખતે જ તેમણે મીડિયાને વિનંતી કરી હતી કે પ્રાઈવસીના કારણોસર તેઓ દીકરીનો ચહેરો મીડિયામાં નથી બતાવવા માગતા. જ્યાં સુધી દીકરી સમજણી ના થાય અને તે પોતે ના ઈચ્છે ત્યાં સુધી તેઓ તેને મીડિયાથી દૂર રાખશે. એટલે જ તેઓ જ્યારે પણ જાહેરમાં દેખાય ત્યારે ફોટોગ્રાફર્સને વિનંતી કરે છે કે, દીકરીનો ફોટો ના પાડે.SS1MS