Western Times News

Gujarati News

વિરાટ સદી ચૂક્યો તો અનુષ્કાએ શેર કરી પોસ્ટ

મુંબઈ, ધર્મશાલા ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. જેમ ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકિટે હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને ભારતને ૨૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતની જીતમાં સૌથી વધુ રનનું યોગદાન કોહલીએ આપ્યું હતું. વિરાટ કોહલીએ ૧૦૪ બોલમાં ૯૫ રણની શાનદાર ઇનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડ સામેની આ જીત ઉજવણીનું સૌથી મોટું કારણ હતી, પરંતુ કોહલી સદી ચૂકી જતાં ફેન્સ નિરાશ થયા હતા. ત્યારે અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને વિરાટ કોહલીની શાનદાર ઇનિંગને રિએક્શન આપ્યું છે.

કોહલી ૯૫ રને રમી રહ્યો હતો ત્યારે તેણે મેટ હેનરીના બોલ પર સિક્સર ફટકારવા માટે મોટો શોટ રમ્યો હતો, જાેકે ગ્લેન ફિલિપ્સના હાથે કેચ ઝડપાઇ ગયો હતો.કોહલી સદી ચુકી ગયો હોવા છતાં અનુષ્કા માટે તે પ્રાઉડ મોમેન્ટ હતી. અનુષ્કા શર્માએ કોહલીની વિકેટવાળો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને લખ્યું હતું, “ઓલવેઝ પ્રાઉડ ઓફ યુ (રેડ હાર્ટ ઈમોજી).

અનુષ્કાએ વધુ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં કોહલી ગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યો છે, તેણે લખ્યું કે- ‘સ્ટોર્મ ચેઝર’. માત્ર અનુષ્કા જ નહીં, વિક્કી કૌશલે પણ વિરાટ કોહલીની આ ઇનિંગને સેલિબ્રેટ કરી હતી. વિક્કી કૌશલે વિરાટ કોહલીની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને તેને કિંગ તરીકે દર્શાવતાં તેના માથા પર ક્રાઉનનું ઈમોજી રાખ્યું હતું. અનુષ્કાની આ પોસ્ટ્‌સ જાેતાં લાગી રહ્યું છે કે, અનુષ્કાએ ઘરે આરામથી આખી મેચ જાેઈ હતી.

બીજી તરફ અનુષ્કા શર્મા ફરીથી પ્રેગ્નેન્ટ છે તેવી વાતો વહેતી થઈ હતી. હિન્દુસ્તાન ટાઈમ્સને એક સૂત્રએ જણાવ્યું હતું કે, અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે, પરંતુ તે હમણાં પોતાની પ્રેગ્નેન્સી વિશે જાહેર નહીં કરે. સૂત્રએ જણાવ્યું હતું કે, “અનુષ્કા ફરીથી માતા બનવાની છે. ત્યારે અગાઉની જેમ જ આ વખતે પણ તેઓ બાદના તબક્કે આ સમાચાર દુનિયાને ઔપચારિક રીતે જણાવશે.

અનુષ્કા શર્મા જાહેરમાં ઓછી દેખાતી હોવાના કારણે સ્રોતે દાવો કર્યો હતો કે, “આ કોઈ સંયોગ નથી. અનુષ્કા અટકળોથી બચવા માટે લોકોની નજરથી દૂર રહે છે.” અગાઉ અનુષ્કા શર્માની ગણેશ ચતુર્થી પોસ્ટ બાદ આ સમાચાર વહેતા થયા હતા.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિરાટ અને અનુષ્કાને તાજેતરમાં જ પાપારાઝીઓએ મુંબઈના એક મેટરનિટી ક્લિનિક બહાર જાેયા હતા, જાેકે બંનેએ અનુરોધ કયો હતો કે તેમની તસવીરો ક્લિક કરવામાં ન આવે. સૂત્રોના હવાલે કહેવામાં આવ્યું કે, “તેમણે પાપારાઝીને તેમની ફોટોઝ ક્લિક ન કરવા અપીલ કરી હતી અને જલ્દી જ એનાઉન્સમેન્ટ કરવાની પ્રોમિસ આપી હતી.” જાેકે, અનુષ્કા શર્મા કે વિરાટ કોહલી દ્વારા આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.