Worldcup મેચ દરમિયાન દેખાયો અનુષ્કા શર્માનો બેબી બમ્પ

મુંબઈ, શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી, જેમાં ભારતે જબરદસ્ત જીત નોંધાવી હતી. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ભારત દૃજ પાકિસ્તાન મેચ જાેવા પહોંચી હતી, જ્યાંથી તેના ઘણા વીડિયો પણ સામે આવ્યા હતા. આ જાેયા બાદ ફરી એકવાર અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નન્સીની અફવાઓએ યુઝર્સમાં જાેર પકડ્યું છે.
નવા વીડિયોમાં અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે જાેવા મળી રહી છે અને એવું લાગે છે કે તે તેના બેબી બમ્પને છુપાવી રહી છે, જે પ્રેગ્નન્સીની અફવાઓને સમર્થન આપે છે. અભિનેત્રીએ શનિવારે તેના ક્રિકેટર પતિ સાથે અમદાવાદમાં ભારત ફજ પાક મેચમાં હાજરી આપી હતી.
મેચ દરમિયાન તે ઘણી વખત કેમેરામેન દ્વારા સ્ટેન્ડમાં જાેવા મળી હતી, પરંતુ અનુષ્કાએ એવો ડ્રેસ પહેર્યો હતો, જેને જાેઈને એવું લાગી રહ્યું હતું કે તે સંપૂર્ણ પ્લાનિંગ સાથે આવી છે અને તેના બેબી બમ્પને છુપાવી રહી છે. જાેકે, હવે એક નવો વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે જેમાં અનુષ્કાના બેબી બમ્પની ઝલક જાેવા મળી રહી છે.
એક વીડિયો શેર કરવામાં આવ્યો છે આ વીડિયો ટીમ ઈન્ડિયા જે હોટલમાં રોકાયો હતો ત્યાંથી લેવામાં આવ્યો છે. લોબીમાંથી પસાર થતી વખતે વિરાટ પત્ની અનુષ્કાનો હાથ પકડીને જાેવા મળ્યો હતો. આ દરમિયાન ક્રિકેટરની પત્ની સાથે વાત કરતી વખતે અનુષ્કાનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.SS1MS