એનિવર્સરી પર વિરાટે બદલો ના લેતાં અનુષ્કાએ માન્યો આભાર
મુંબઈ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એવા સેલિબ્રિટી કપલ પૈકીના એક છે જેમને જાેઈને લાગે કે ઈશ્વરે આમને જાેડીને સ્વર્ગમાંથી મોકલી છે.
વિરાટ-અનુષ્કા ફેન્સને કપલ ગોલ્સ આપવાની એકપણ તક ચૂકતા નથી. ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ લગ્નના તાંતણે બંધાયેલા અનુષ્કા-વિરાટના લગ્નને આજે પાંચ વર્ષ પૂરા થયા છે. એક દીકરીના માતાપિતા વિરાટ-અનુષ્કાએ એકબીજાને એનિવર્સરીની શુભેચ્છા આપવા માટે ખાસ તસવીરો શેર કરી છે. અનુષ્કા શર્માએ વિવિધ તસવીરો શેર કરીને લાંબી નોટ શેર કરી છે.
જ્યારે વિરાટે ટૂંકમાં જ પત્ની માટેની લાગણીઓ વ્યક્ત કરી દીધી છે. અનુષ્કા શર્માએ સાત તસવીરો શેર કરી છે. સાથે જ કેપ્શનમાં એ દરેક તસવીર વિશે વાત કરી છે. પહેલી તસવીરમાં અનુષ્કા શર્માની ફિલ્મ ‘પરી’નું એડિટ કરેલું પોસ્ટર છે. જેમાં વિરાટ અનુષ્કાની પાછળ ઊભેલો જાેવા મળશે. અનુષ્કાએ લખ્યું, “મારા પ્રેમ, આ તસવીરો પોસ્ટ કરીને આપણને ઉજવવા માટે આનાથી વધુ સારો દિવસ કોઈ હોઈ ના શકે.
પહેલી તસવીર- મને ખબર છે કે તું હંમેશા મારી પડખે રહીશ. બીજી તસવીર- હંમેશા આપણા દિલમાં કૃતજ્ઞતા રહેશે (આપણે બંને ખૂબ નસીબદાર છીએ). ત્રીજી તસવીર- મારા લાંબા અને પીડાદાયક લેબર પેઈન પછીના દિવસે હોસ્પિટલ બેડમાં આરામ કરતો તું.
ચોથી તસવીર-આપણે વસ્તુઓમાં સારો સ્વાદ ધરાવીએ છીએ. પાંચમી તસવીર કોઈ અજાણ્યા વ્યક્તિની છે. છઠ્ઠી તસવીર- મારા મોટાભાગના ફોટોઝને તું તારા યૂનિક એક્સપ્રેશનથી પોસ્ટ ના કરી શકાય તેવા બનાવી દે છે.
સાતમી તસવીર- ચીયર્સ ટુ અસ, આજે, કાલે અને કાયમ??”. આ પોસ્ટ પર વિરાટે કોમેન્ટ કરતાં લખ્યું, ‘માય લવ??’. વિરાટ કોહલીએ પણ અનુષ્કા શર્મા સાથેની એક રોમેન્ટિક તસવીર શેર કરતાં તેને એનિવર્સરીની શુભેચ્છા આપી છે. વિરાટે ફોટો શેર કરતાં લખ્યું, “અનંત સુધીની જર્નીના પાંચ વર્ષ.
મારા પર ઈશ્વરની કૃપા છે કે હું તને શોધી શક્યો. હું તને ખૂબ પ્રેમ કરું છું.??” અનુષ્કા શર્માએ કોમેન્ટ કરતાં લખ્યું, “ઈશ્વરનો આભાર કે તેં બદલો લેવાની ભાવના સાથે પોસ્ટ ના કરી.” આ સાથે જ અનુષ્કાએ હસતા ઈમોજી મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ-અનુષ્કાએ ૨૦૧૭માં ઈટાલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા હતા. વિરાટ કોહલીના મોટાભાઈ વિકાસે પણ કપલને એનિવર્સરીની શુભેચ્છા આપી છે.
‘વિરુષ્કા’ના લગ્નની તસવીર શેર કરતાં વિકાસ કોહલીએ લખ્યું, “હંમેશા ઈશ્વરની કૃપા રહે. અઢળક પ્રેમ.” વિરાટની બહેન ભાવનાએ પણ કપલની મહેંદી સેરેમનીની તસવીર શેર કરતાં લખ્યું, ‘તમે આવનારા વર્ષોમાં પણ એકબીજાને પ્રેમ કરતાં રહો અને માન આપતા રહો. હેપી એનિવર્સરી.’ અનુષ્કા શર્માએ બંનેનો હાર્ટ ઈમોજી દ્વારા આભાર માન્યો છે.SS1MS