Western Times News

Gujarati News

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોટેડ ડીજીટલ જાતિનું પ્રમાણપત્ર શાળામાંથી જ મળી જશે

(પ્રતિનિધિ) ગાંધીનગર, રાજ્યમાં ધોરણ ૯ અને ૧૦ માં ભણતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી જ ડિજિટલ જાતિનું પ્રમાણપત્ર ઉપલબ્ધ થઈ શકે તે માટેનો ર્નિણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે

ઉલ્લેખનીએ છે કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ બેઠકમાં એવો ર્નિણય કરવામાં આવ્યો કે આ મહિના ના અંતિમ તબક્કામાં એટલે કે ૨૨ ૨૩ અને ૨૪ સપ્ટેમ્બર થી ધોરણ ૯ ના અનુસૂચિત જાતિ ના વિદ્યાર્થીઓને બારકોટેડ ડીજીટલ જાતિનું પ્રમાણપત્ર શાળામાંથી જ મળી જાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે

તો બીજી તરફ આગામી ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના રમત ગમત વિભાગે નેશનલ ગેમ્સ ના અનુસંધાનમાં શાળા કોલેજાે અને યુનિવર્સિટીઓમાં વિવિધ રમતોનું આયોજન કર્યું છે જે અંતર્ગત ૧૨ ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે રાજ્યની તમામ કોલેજાે અને યુનિવર્સિટીઓમાં આ આયોજન કરવામાં આવશે

જ્યારે ૧૫ અને ૧૬ સપ્ટેમ્બરે તમામ શાળાઓમાં તેમજ ૩૩ જિલ્લાઓમાં મુખ્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે ઉલ્લેખનીએ છે કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત તેમનું મંત્રીમંડળ અલગ અલગ ક્ષેત્રના તમામ સાંસદો તમામ ધારાસભ્યો અને તમામ હોદ્દેદારો પોતપોતાના મત ક્ષેત્રમાં હાજર રહી નેશનલ ગેમ્સના અનુસંધાનમાં આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહે તે માટેની સૂચના પણ મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી હોવાના અહેવાલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.