લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી કોઈપણ હોસ્પિટલની ગેરરીતી ચલાવી નહીં લેવાય:- આરોગ્યમંત્રી
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં PMJAY-મા યોજનાની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ
PMJAY-મા યોજના અંતર્ગત એમ્પેનલ હોસ્પિટલમાં ગેરરીતી સામે આવતા સત્વરે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવા મંત્રીશ્રી ઋષિકેશ પટેલની સૂચના
PMJAY-મા યોજના અંતર્ગત થતાં દાવાઓનુ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન અને વેરીફિકેશન માટેની સિસ્ટમ વધું સ્ટ્રોંગ બનાવાશે
PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યની એમ્પેનલ હોસ્પિટલમાં ગેરરીતીના કિસ્સા ધ્યાને આવતા સત્વરે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
રાજ્યના કોઇપણ નાગરિકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો અને હોસ્પિટલની ગેરરીતીને કોઇપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં તેમ પણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક કહ્યું હતુ.
PMJAY-મા યોજના અંતર્ગત થતાં દાવાઓનુ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન અને વેરીફિકેશન માટેની સિસ્ટમ વધું સ્ટ્રોંગ બનાવવામાં આવશે જેના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.
૧૧ મી જુલાઇ ૨૦૨૩ થી આ યોજના અંતર્ગત રૂ. ૫ લાખના વીમા કવચની રકમ રૂ. ૧૦લાખ થઇ રહી છે તે સંદર્ભે પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં આરોગ્ય વિભાગના કમીશ્નરશ્રી શાહમિના હુસૈન, આરોગ્યવિભાગના ઉચ્ચ અધિકારીઓ, પી.એમ.જે.એ.વાય. મા યોજના સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.