કોઈપણ પ્રકારનો પેશાબનો અટકાવ યુરીનરી ઈન્ફેક્શનને આમંત્રણ આપે છે
પેશાબમાં થતી બળતરા, પેશાબમાં લોહી પડવું, પેશાબમાં પરૂં થવું, અટકીને પેશાબ આવવો વગેરે તમામ તકલીફ ઝડપથી અને સરળતાથી મટી જશે.
મૂત્રનાં પ્રવાહમાં કોઈપણ પ્રકારનો અટકાવ ઈન્ફેક્શનને આમંત્રિત કરે છે. પેશાબનુ ં જમા થવું અને તેને કારણે મૂત્રમાર્ગમાં દબાવનું વધવું ઈન્ફેક્શન માટે કારણરૃપ છે. મૂત્ર પ્રણાલીનું આ સંક્રમણ લગભગ પ્રૌઢ વ્યક્તિમાં મધુમેહ થવાની શંકા ઉત્પન્ન કરે છે. જો પેશાબ ઘણો ઓછો થાય તો તેનું કારણ મૂત્રપ્રવાહમાં અટકાવ હોઈ શકે છે.
બાળકોમાં ઊલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો, શરીરનું પાણી સુકાવાની સાથે જ પેશાબમાં બળતરા એક કારણ હોઈ શકે છે. લાંબા સમયથી રહેલું ઈન્ફેક્શન પરનાં બધાં લક્ષણો ન હોવાને બદલે રોગીને ફક્ત નબળાઈ, થાક, માથાનો દુખાવો અને બેચેની થાય છે.
આજકાલની રહેણીકરણી અને ખાનપાનને કારણે લોકો અનેક બીમારીઓનો શિકાર થતાં જઈ રહ્યા છે અને એમાંય બાળકો અને વૃદ્ધોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે તેઓ બહુ જલ્દી બીમારીઓના સકંજામાં આવી જાય છે. જેથી તમારી તમામ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો ઉકેલ અને દેશી અને આયુર્વેદિક ઉપચાર વડે લાવી શકીએ તેનો અમે સતત પ્રયત્ન કરતાં રહીએ છીએ. આ ખાસ ઉપચાર અજમાવવાથી પેશાબમાં થતી બળતરા, પેશાબમાં લોહી પડવું, પેશાબમાં પરૂં થવું, અટકીને પેશાબ આવવો વગેરે તમામ તકલીફ ઝડપથી અને સરળતાથી મટી જશે.
મધુમેહના રોગીઓમાં મૂત્રનાં ઈન્ફેક્શન થવું વધારે સંભવ છે. આનું કારણ પેશાબમાં ગ્લુકોઝ, પેશાબનાં સ્થાને ખંજવાળ આવવી અને મૂત્રાશયનાં જ્ઞાનતંતુઓ પ્રભાવિત થાય છે. આવાં રોગીની શરીરની તપાસ કરવાથી કિડનીનાં સ્થાન પર દુખાવો અને પેટનાં નીચેના ભાગમાં દુખાવો જણાય છે.
વિષાણુજન્ય આ બીમારીથી ગભરાવા જેવું નથી. અનેક ભાઈઓ અને બહેનોએ પોતાની તકલીફ જણાવી છે. તેઓ લાંબા સમયથી પીડાય છે. જીવવું ભારે થઈ પડયું છે. રહેવાય નહીં સહેવાય નહીં એવી તકલીફ છે જેને જણાવતાં તેઓ શરમ અનુભવતા હોય છે. એવો ડર પણ લાગે છે કે, આ તકલીફ વધી ગઈ તો શું થશે?
આ તકલીફનું નામ છે, મૂત્ર પ્રણાલીમાં સંક્રમણ અથવા પેશાબ કરતી વખતે બળતરા કે પેશાબમાં ઈન્ફેક્શન બેક્ટેરિયા દ્વારા મૂળ પ્રણાલીના કોઈપણ ભાગનાં સંક્રમણને મૂત્ર પ્રણાલીનું સંક્રણ કહેવાય છે. લગભગ આ ઈન્ફેક્શન મૂત્ર માર્ગના નીચલા ભાગમાં વધારે થાય છે.
જ્યારે પેશાબમાં વધારે બેક્ટેરિયા દર મિલિલીટર જણાય છે ત્યારે યુરિનમાં ઈન્ફેક્શન કહેવાય છે. ઘણીવાર એવું પણ થાય છે કે રોગીના પેશાબમાં સંક્રમણ માટે જરૃરી બેક્ટેરિયા હોવા છતાં પણ તેમાં કોઈ લક્ષણ નથી જણાતું.
સામાન્ય રીતે પેશાબ સંબંધી ઈન્ફેક્શન પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે થાય છે. આનું કારણ સ્ત્રીઓમાં મૂત્ર નિકાસ નળીનું નાનું હોવું, સંભોગ, તેમ જ ગર્ભધારણ હોઈ શકે છે. પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથીનું સ્ત્રાવમાં જંતુનાશક હોવું તેમને આ ઈન્ફેક્શનથી અમુક હદ સુધી બચાવી શકે છે. ગર્ભધારણનાં સમયે મૂત્રપ્રણાલીની ઈન્ફેક્શન થવું અસામાન્ય નથી.
મૂત્રમાર્ગનું ઢીલું પડી જવું, વારંવાર યોનિમાર્ગથી ઉપકરણો દ્વારા કરવામાં આવી તપાસ લગભગ ઈન્ફેક્શન કારણ બની શકે છે. પેશાબને બહાર કાઢવામાં ઉપયોગમાં લેવાતી કેથટર નળ અને બીજા ઘણાં સાધનો બહારથી બેક્ટેરિયાને શરીરમાં પ્રવેશ કરાવવામાં જવાબદાર હોય છે. એવું માનવામાં આવે છે.
માંદી કીડની જલ્દીથી સંક્રમણનો શિકાર બને છે. ઘણી સ્ત્રીઓમાં વારંવાર થનાર ઈન્ફેક્શન માટે પતિ જવાબદાર હોય છે, જે ખુદ મૂત્ર પ્રણાલીનાં ઈન્ફેક્શનથી પીડિત હોય છે. એવું જોવામાં આવ્યું છે કે અવૈધ યૌન સંબંધો દ્વારા મળતાં મૂત્ર પ્રણાલીના ઈન્ફેક્શનને પતિ પોતાની પત્નીને પહોંચાડે છે. આવામાં ફક્ત પત્ની જ નહીં પતિ અને પત્ની બંનેનો પૂર્ણરૃપે ઈલાજ કરાવો જરૃરી છે નહીંતર બને એકબીજાના રોગના સ્ત્રોત બનતા રહેશે.
મૂત્રનલિકા તથા મૂત્રપિંડમાંથી લેવામાં આવતું મૂત્ર જંતુરહિત હોય છે. મૂત્ર પીંડના નીચલા ભાગમાં જ બેક્ટેરિયાનું સંક્રમણ વધારે થાય છે. મૂત્ર પ્રણાલીની કોઈપણ ભાગનું સંક્રમણ સામાન્ય રીતે બેક્ટેરિયાને કારણે નથી થતું કારણ કે બેક્ટેરિયાનું અમુક પ્રમાણ મૂત્રમાર્ગનાં નીચલા ભાગમાં હોય છે.
આ ઈન્ફેક્શન રોકવા માટે મૂત્રાશય મૂત્ર નળી અને મૂત્રમાર્ગની ઉપરી સપાટી પરની શ્લેષ્મિક પડદો અને તેની રોગપ્રતિકારક શક્તિ જવાબદાર હોય છે. જ્યારે આ પડદો સ્વાસ્થ હોય છે ત્યારે જો બહારનાં આ બેક્ટેરિયા મૂત્રર પ્રણાલીમાં પ્રવેશ કરે તો પણ ઈન્ફેક્શન નથી થતું.
આમ તો મૂત્રનાં સંક્રમણનાં કોલીફાર્મ નામના બેક્ટેરિયા વધારે જણાય છે. જ્યારે બહારથી માધ્યમોને કારણે થયેલા ઈન્ફેક્શનમાં ક્લેબ સીલા, પ્રોટીયસ ઈન્કોલાઈ તથા સ્ટેફૂલોફોકસ નામનાં બેક્ટેરિયા વધારે હોય છે. પેશાબમાં ઈન્ફેક્શન ટીબીના જીવાણું તેમ જ ગોનોકોક્સ જીવાણુને કારણે પણ થઈ શકે છે.
પેશાબનાં તીવ્ર ઈન્ફેક્શનની સામે રોગીને આરામ ભરપૂર પાણી, પેય પદાર્થ તેમ જ દર્દ નિવારક દવાઓ આપવામાં આવે છે. વધારે પાણી પીવાથી પેશાબમાંના બેક્ટેરિયા પેશાબ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. સ્ત્રીઓમાં માસિક ધર્મ પહેલાં, માસિક ધર્મ બાદ તરત જ વિવાહ બાદ ગર્ભવતી થવાથી, સંભોગ પછી શ્વેત પદર; સફેદ પાણી સાથે પેશાબમાં બળતરા, વારંવાર પેશાબ થવો, પેશાબનાં સ્થાન પર ખંજવાળ આવવી વગેરે.
પેશાબનાં ઈન્ફેક્શન વાળા રોગીઓને તાવ, ધુ્રજારી, વારંવાર પેશાબ થવો, પેશાબમાં બળતરા, પેટના નીચેના ભાગમાં દુખાવો, પીડાદાયક પેશાબ થવો વગેરે ફરિયાદ રહે છે, પેશાબનો રંગ પીળો હોય છે ક્યારેક પેશાબમાં લોહી હોય ત્યારે રંગ લાલ થઈ જાય છે. પથરીને લીધે પેશાબની સાથે તીવ્ર દર્દ થાય છે.
પેશાબ તપાસ ઈન્ફેક્શનનાં નિદાન માટે જરૃરી છે. પેશાબની એક તપાસ જેને કલ્ચર કહેવાય છે. જેનાથી રોગ માટે જવાબદાર બેક્ટેરિયા જાણ થાય છે. આને કારણે બેક્ટેરિયાને અનુરૃપ જંતુનાશક દવાનું ચયન કરવામાં આવે છે. પેટનો એક્સ-રે પેશાબમાં કોઈ અટકાવ, પથરી તેમ જ જન્મજાત કોઈ વિકારની સૂચના આપે છે.
જેના પરિણામે પર્યાપ્ત ચિકત્સા થઈ શકે છે. પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા સાથે થવો, વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે. રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી સવારે વાટી તેમાં સાકર નાંખીને હલાવો અને હલવો બનાવી ખાવાથી પેશાબ છુટથી થાય છે.
પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાંખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે. આમળાના ચુર્ણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબની બધી તકલીફ મટે છે. પેશાબ અટકી અટકીને આવતો હોય તો એલચીનું ચુર્ણ મધમાં ચાટવાથી પેશાબ સાફ અને છુટથી આવશે.
પાતળી છાશમાં બે આનીભાર સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે. વરીયાળી શરબત બનાવી તેમાં જરાક સુરોખાર નાંખી પીવાથી પેશાબની બળતરા મટે છે. અર્ધા તોલા લીંબુના બીજનું ચુર્ણ કરી પાણી સાથે પીવાથી તરત પેશાબ છૂટે છે. પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલાં દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે.
આ રોગની ચિકિત્સામાં સુરોખાર ૧૦૦ ગ્રામ લઇને બારીક ચૂર્ણ કરી, કેસૂડાનાં રસની અથવા ક્વાથની ભાવના આપવી. આ રીતે ૨૧ ભાવનાઓ આપી બનાવેલો સૂર્યક્ષાર, મૂત્રલ ઔષધિ તરીકે આકસ્મિક સ્થિતિમાં તરત જ લાભ બતાવે છે. આ ઔષધિ અમારે ત્યાં સૂર્યક્ષારના નામથી ખૂબ જ છૂટથી વાપરવામાં આવે છે.
આ ઉપરાંત, આયુર્વેદની પ્રસિદ્ધ વનસ્પતિઓ ગળો, ગોખરું, ધમાસો, વાયવારણો, સાટોડી તથા હરિત્તક્યાદિ ક્વાથ, પુનર્નવાદિ ક્વાથ, પુનર્ન્વાષ્ટક ક્વાથ, પુનર્નવાદિ ગૂગળ, ગોક્ષુરાદિ ગૂગળ આ રોગમાં પ્રચલિત ઔષધો છે. અવિપત્તિકર ચૂર્ણ ૩ ગ્રામ, સાડાબાયકાર્બ કે ૩ ગ્રામ, ૨થી ૩ વાર પડીકી આપવાથી પેશાબ ક્ષારીય થતાં ખૂબ ઝડપી લાભ થાય છે