૨૦૨૩માં આર્યન ઉપરાંત તેની બહેન સુહાના પણ કરશે ડેબ્યૂ

મુંબઈ, છેલ્લા ખાસ્સા મહિનાઓથી ચર્ચા ચાલી રહી હતી કે, શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાનો છે. આર્યન ખાન પિતાની જેમ પડદા પર એક્ટિંગ કરતો નહીં પરંતુ ડાયરેક્ટરની ભૂમિકા ભજવશે. જાેકે, અત્યાર સુધી આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નહોતી આવી. પરંતુ હવે આર્યન ખાને પોતે જ પહેલા પ્રોજેક્ટની જાહેરાત કરી દીધી છે.
આર્યન ખાને ખુલાસો કર્યો છે કે, તેણે પોતાની પહેલી ફિલ્મની સ્ક્રીપ્ટ લખવાનું કામ પૂરું કરી દીધું છે. સાથે જ તે આ ફિલ્મ ડાયરેક્ટ પણ કરવાનો છે.
આર્યન ખાને ફિલ્મ ક્લેપ અને સ્ક્રીપ્ટની તસવીર શેર કરતાં લખ્યું, “રાઈટિંગનું કામ પૂરું થયું છે. હવે એક્શન કહેવા માટે આતુર છું.”
આર્યનની આ પોસ્ટ પર વિવિધ સેલિબ્રિટીઝ કોમેન્ટ કરીને તેને અભિનંદ આપી રહ્યા છે અને પહેલી ફિલ્મ માટે શુભકામના પાઠવી રહ્યા છે. જાેકે, આર્યનની પોસ્ટ પર તેના પિતા શાહરૂખ ખાને કરેલી કોમેન્ટે ધ્યાન ખેંચ્યું હતું.
શાહરૂખ ખાને લખ્યું, “વાહ…વિચારવાનું, વિશ્વાસ કરવાનું અને સપનું જાેવાનું કામ પૂરું…હવે હિંમત કરવાનો સમય છે…પહેલી ફિલ્મ માટે શુભેચ્છા…પહેલું હંમેશા ખાસ હોય છે.”
અહીંથી જ કોમેન્ટમાં પિતા-પુત્રનો સંવાદ શરૂ થયો હતો. આર્યન ખાને શાહરૂખની કોમેન્ટ પર જવાબ આપતા લખ્યું, “થેન્ક્યૂ! સેટ પર તમારી સરપ્રાઈઝ વિઝિટની રાહ જાેઈશ. હાહાહા.” શાહરૂખ ખાને જવાબ આપતાં આગળ લખ્યું, “તો પછી તું બપોરની શિફ્ટ રાખજે…વહેલી સવારની નહીં…”
આર્યને જવાબ આપતાં પિતાને વિશ્વાસ અપાવ્યો કે તે માત્ર નાઈટ શિફ્ટ રાખશે. ગૌરી ખાને પણ દીકરાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, “જાેવા માટે રાહ નથી જાેઈ શકતી.”