કમલ હાસને શાહરૂખ, સલમાન, પ્રભાસ અને અલ્લુ અર્જુન ઉપરાંત રજનીકાંતને પણ પાછળ છોડ્યા
મુંબઈ, કોઈ એક કલાકારની ફી કેટલી હોઈ શકે, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ એવું માનતાં હોય છે કે, તેમની ફિલ્મમાં સ્ટારને લેવાથી તેમની ફિલ્મનું મૂલ્ય વધી જશે અને તેમનાથી આકર્ષાને લોકો ફિલ્મ જોવા માટે આવશે.
પરંતુ આ સ્ટારની સ્ટારડમ અને તેની લોકપ્રિયતા ઉપરાંત તેમની અભિનય પ્રતિભા માટે એક કલાકારને લગભગ કેટલી ફી ચૂકવવી યોગ્ય કહેવાય? આ એક એવો પ્રશ્ન છે જે વર્ષાેથી ફિલ્મના પ્રોડ્યુસર્સ અને માર્કેટિંગ કરતાં લોકોને સતાવતો રહ્યો છે. છતાં સ્ટાર્સનું વળતર દિવસેને દિવસે આકાશને આંબી રહ્યું છે. મોટા ભાગના કલાકારો આજે લીડ રોલ માટે લગભગ ૧૦૦ કરોડથી પણ વધારે ચાર્જ કરતા હોય છે.
જો કેટલાક અહેવાલોનું માનીએ તો કમલ હાસને એક કેમિયો માટે આટલા રૂપિયા ચાર્જ કર્યા છે અને તે દેશના સૌથી વધુ ફી લેતા કલાકાર બની ગયા છે. આમ તો ભારતમાં સૌથી વધુ ફી વસૂલતા કલાકાર કોણ છે તે જાણવાના ઘણા વિકલ્પો છે, તે શાહરૂખ પણ હોઈ શકે, જેણે ગયા વર્ષે ત્રણ ફિલ્મોમાંથી ૫૦૦ કરોડની કમાણી કરી છે. રજનીકાંત જેણે ‘જેલર’ની સફળતામાંથી એક જ ફિલ્મમાંથી ૨૫૦ કરોડની કમાણી કરી.
પરંતુ તે કમલ હસન એટલા મટે હોઈ શકે કારણ કે, તેણે ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં ૧૦ મિનિટના કેમિયો માટે ૧૦૦ કરોડ વસૂલ્યા હોવાના અહેવાલો છે. તે આ ફિલ્મમાં વિલનના રોલમાં છે, તેમજ તેમનું પાત્ર ફિલ્મના બીજા ભાગમાં પણ જોવા મળશે. એક સૂત્રના જણાવ્યા અનુસાર,“પ્રભાસ અને કમલ હસન બંનેને ૧૦૦ કરોડ ચૂકવાયા છે.
આ ફિલ્મમાં કમલ હસનનો રોલ દસ મિનિટનો જ છે, પરંતુ બની શકે તે બીજા ભાગમાં તેનો રોલ લાંબો હોય.” જો આ અહેવાલો સાચાં હોય તો કમલ હાસને કલ્કિમાં દસ મિનિટના કેમિયો માટે પ્રતિ મિનિટ દસ કરોડ વસૂલ્યા ગણાય.
જોકે, ૨૦૨૩માં ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયાબાલને ટ્વીટ કર્યું હતું કે, કમલ હસને કલ્કિના તેના કેમિયો માટે ૨૦ કરોડ લીધા છે, જ્યારે આ ફિલ્મ માટે પ્રભાસે ૮૦ કરોડ ફી લીધી હતી. કમલ હસને ફિલ્મના બંને ભાગ માટે થઈને કુલ ૧૦૦ કરોડ ફી નક્કી કરી હોય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં.SS1MS