બ્રિટનને ખાલિસ્તાનીઓ ઉપરાંત હિન્દુ રાષ્ટ્રવાદીઓનો પણ ખતરો

લંડન, બ્રિટન સરકારના લીક થયેલા એક્સ્ટ્રીમિઝમ રિવ્યુ નામના રીપોર્ટમાં દેશમાં ઊભરતા નવ જોખમમાં ખાલિસ્તાની ઉગ્રવાદની સાથે હિન્દુ રાષ્ટ્રવાદનો પણ સમાવેશ કરાયો છે.
સરકારની આવી સમીક્ષામાં હિન્દુ રાષ્ટ્રવાદનો પ્રથમ વખત કટ્ટરવાદી વિચારસરણી તરીકે ઉલ્લેખ કરાયો છે. આ રીપોર્ટમાં ભારત સરકારની વિદેશી ભૂમિકા વિશે પણ ચિંતાઓ વ્યક્ત કરાઈ છે.
યુકે હોમ ઓફિસના સુરક્ષા પ્રધાન ડેન જાર્વિસે મંગળવારે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે રીપોર્ટનું કયું વર્ઝન લીક થયું છે તે સ્પષ્ટ નથી અને તેના દાવા સરકારની નીતિનું પ્રતિનિધિત્વ કરતાં નથી. લીક થયેલા અહેવાલ મુજબ આ દસ્તાવેજમાં સૌથી લાંબા વિભાગને અંડરસ્ટેન્ડ નામ અપાયું છે.
તેમાં નવ પ્રકારના કટ્ટરવાદનો ઉલ્લેખ કરાયો છે, જેમાં ક્રમવાર ધોરણે ઇસ્લામવાદી, કટ્ટર જમણેરી, કટ્ટર મહિલા વિરોધી, ખાલિસ્તાન તરફી ઉગ્રવાદ, હિન્દુ રાષ્ટ્રવાદી ઉગ્રવાદ, પર્યાવરણીય ઉગ્રવાદ, ડાબેરી પાંખ, અરાજકતાવાદી અને સિંગલ-ઇશ્યુ એક્સ્ટ્રીમિઝમ, હિંસા અન ષડયંત્રોનો સમાવેશ કરાયો છે.
“અંડરસ્ટેન્ડ” સેક્શનના ૧૭-૧૮ પેજમાં બે પ્રકારના ઉગ્રવાદનો ઉલ્લેખ કરાયો છે, જેનું મૂળ ભારતીય ઉપખંડમાં છે. તેમાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદ અને હિન્દુ રાષ્ટ્રવાદી ઉગ્રવાદનો સમાવેશ કરાયો છે.ખાલિસ્તાન ઉગ્રવાદ અંગે રીપોર્ટમાં જણાવાયું છે કે ખાલિસ્તાનને સમર્થન આપવું તે ઉગ્રવાદ છે, પરંતુ આ હેતુના સમર્થનમાં હિંસાની તરફેણ કરવામાં આવે છે ત્યારે સમસ્યા ઊભી થાય છે.
હિન્દુ રાષ્ટ્રવાદનો ૨૦૨૩ના રિવ્યૂમાં સમાવેશ કરાયો ન હતો, પરંતુ તે એક ભૂલ હતી. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે સપ્ટેમ્બર ૨૦૨૨માં લેસ્ટરમાં થયેલી હિંસાને કારણે હિંદુ રાષ્ટ્રવાદી ઉગ્રવાદનો જોખમોમાં સમાવેશને સરકાર યોગ્ય માને છે.આ રીપોર્ટમાં ભારત સરકારની “વિદેશી ભૂમિકા” વિશે ચિંતાઓ વ્યક્ત કરાઈ છે. તેમાં કેનેડા અને અમેરિકામાં શીખો સામેની જીવલેણ હિંસામાં ભારતીય સંડોવણીના આરોપોનો ઉલ્લેખ કરાયો છે.SS1MS