APJ સુરેન્દ્ર પાર્ક હોટેલ્સનો રૂ. 920 કરોડનો IPO 5 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે
- દરેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”)ની પ્રાઇઝ બેન્ડ રૂ. 147થી રૂ. 155 નક્કી કરવામાં આવી છે
- બિડ/ઓફર સોમવાર, 5 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે અને બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બીડિંગ શુક્રવાર, 2 ફેબ્રુઆરી, 2024ના રોજ રહેશે
- બિડ્સ લઘુતમ 96 ઇક્વિટી શેર અને પછી 96 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે
અમદાવાદ, 02 ફેબ્રુઆરી, 2024 – એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ લિમિટેડ (“ધ પાર્ક” અથવા “કંપની”) સોમવાર, 5 ફેબ્રુઆરી, 2024ના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ માટે તેની બિડ/ઓફર ખુલ્લી મૂકશે.
ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝ રૂ. 9,200 મિલિયન (રૂ. 920 કરોડ) સુધીની છે જેમાં રૂ. 6,000 મિલિયન (રૂ. 600 કરોડ) સુધીના ફ્રેશ ઇશ્યૂ તથા વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 3,200 મિલિયન (રૂ. 320 કરોડ) સુધીની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે (“કુલ ઓફર સાઇઝ”).
એન્કર ઇન્વેસ્ટર બીડિંગ તારીખ શુક્રવાર, 2 ફેબ્રુઆરી, 2024 રહેશે. બિડ/ઓફર સબ્સ્ક્રીપ્શન માટે સોમવાર, 5 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે અને બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે.
ઓફર માટેની પ્રાઇઝ બેન્ડ શેરદીઠ રૂ. 147થી રૂ. 155 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 96 ઇક્વિટી શેર અને ત્યારબાદ 96 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.
કંપની ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો કંપની દ્વારા લેવામાં આવેલા બાકી ઋણની સંપૂર્ણ કે આંશિક પુનઃચૂકવણી કે પૂર્વ ચૂકવણી કરવા માટે તથા બાકીની રકમનો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે (“ઇશ્યૂનો હેતુ”).
વેચાણ માટેની ઓફરમાં એપીજે પ્રાઇવેટ લિમિટેડ (“પ્રમોટર ગ્રુપ વેચાણકર્તા શેરધારક”) દ્વારા રૂ. 2,960 મિલિયન (રૂ. 296 કરોડ) સુધીના, આરઈસીપી ફોર પાર્ક હોટલ ઇન્વેસ્ટર્સ લિમિટેડ દ્વારા રૂ. 230 મિલિયન (રૂ. 23 કરોડ) સુધીના તથા આરઈસીપી ફોર પાર્ક હોટલ કો-ઇન્વેસ્ટર્સ લિમિટેડ (“રોકાણકાર વેચાણકર્તા શેરધારકો”) દ્વારા રૂ. 10 મિલિયન (રૂ. 1 કરોડ) સુધીના ઇક્વિટી શેરના વેચાણનો સમાવેશ થાય છે.
જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ અથવા બીઆરએલએમ છે.
આ ઇક્વિટી શેર્સ કોલકાતા ખાતે પશ્ચિમ બંગાળની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી)માં 29 જાન્યુઆરી, 2024ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (આરએચપી) દ્વારા ઓફર કરાઇ રહ્યા છે અને તેનું બીએસઈ લિમિટેડ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
આ ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 31 સાથે વાંચીને સુધારેલા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રૂલ્સ, 1957 (“એસસીઆરઆર”)ના નિયમ 19 (2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી ચે. આ ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(2) તથા બુક બિલ્ડિંગ પ્રોસેસના અનુસંધાનમાં કરવામાં આવી છે જેમાં નેટ ઓફરના લઘુતમ 75% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“ક્યુઆઈબી” અને આવો હિસ્સો “ક્યુઆઈબી હિસ્સો”)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી હિસ્સાના 60% સુધી સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના અનુસંધાનમાં વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર હિસ્સો”) જે પૈકી કમસે કમ એક-તૃત્યાંશ ભાગ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ઉપલબ્ધ રહેશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણી કિંમત અથવા તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં સબ્સ્ક્રીપ્શન ઓછું થવાના કે પછી ફાળવણી ન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર હિસ્સા સિવાયના) (“નેટ ક્યુઆઈબી હિસ્સો”).
આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના 5% માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સ માટે પ્રમાણસર ધોરણે ફાળવણી માટે રાખવામાં આવશે અને નેટ ક્યુઆઈબી હિસ્સાનો બાકીનો ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત એન્કર ઇન્વેસ્ટર સિવાયના તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર પ્રાઇઝ અથવા તેનાથી ઉપરની કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત, રૂ. 100 મિલિયનના મૂલ્યના (.) સુધીના ઇક્વિટી શેર્સ લાયક કર્મચારીઓને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર પ્રાઇઝ અથવા તેનાથી ઉપરની કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
આ ઉપરાંત, નેટ ઓફરના મહત્તમ 15% નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બીડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જેમ કે (એ) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ઉપલબ્ધ હિસ્સાનો એક તૃત્યાંશ ભાગ રૂ. 0.20 મિલિયનથી વધુની અને રૂ. 1 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે અનામત રહેશે અને (બી) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને હિસ્સાનો બે તૃત્યાંશ ભાગ રૂ. 1 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે અનામત રહેશે, જે ઉપર જણાવેલ (એ) અથવા (બી)માં જણાવેલ આ બંનેમાંથી કોઈ પણ કેટેગરીમાં સબ્સ્ક્રાઇબ ન થયેલા હિસ્સામાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ-કેટેગરીમાં રહેલા બિડર્સને ફાળવવામાં આવી શકે છે જે ઓફર પ્રાઇઝ અથવા તેનાથી ઉપરની કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને નેટ ઓફરના 10%થી વધુ સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના અનુસંધાનમાં રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“આરઆઈબી”)ને ફાળવવામાં આવશે નહીં જે ઓફર પ્રાઇઝ કે તેથી વધુની કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
આ ઉપરાંત, એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરતા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે જે તેમના દ્વારા ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના તમામ બિડર્સે તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો (યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી) પૂરી પાડીને બ્લોક અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા સમર્થિત અરજીનો ફરજિયાતપણે ઉપયોગ કરવાનો રહેશે જેના બાદ ઓફરમાં ભાગ લેવા માટે તેમની સંબંધિત બિડની રકમ એસસીએસબી અથવા લાગુ હોય તે સ્પોન્સર બેંક દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે, આરએચપીના પેજ નંબર 501 પર “Offer Procedure” જુઓ.
અહીં જણાવેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.