APM ટર્મિનલ્સ પિપાવાવે પોર્ટ પિપાવાવથી જેબેલ અલી સુધી વીકલી સર્વિસ PIC 2 સીક્યોર કરી
પિપાવાવ, એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે પોર્ટ પિપાવાવથી જેબેલ અલી સુધી નવી વીકલી સર્વિસ PIC 2 સીક્યોર કરી છે, જે જેબલ અલી સુધી સાતત્યપૂર્ણ સાપ્તાહિક જોડાણ ઊભું કરશે. આ નવી સર્વિસ જેબલ અલી, કંડલા, ચેન્નાઈ, તુતિકોરિન અને કોચિન થઈને દર બુધવારે પિપાવાવ પહોંચશે. એમાં આયાત અને નિકાસ માટે વહન થનાર કાર્ગોમાં સામેલ હશે – કૃષિ ઉત્પાદનો, સ્ક્રેપ સામગ્રી, બિટુમેન (કોલસો), બી. મીટ, વ્હાઇટ ગૂડ્સ વગેરે.
આ નવી સર્વિસની શરૂઆત પર એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી યાકબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે, “આ અમારું જોડાણ વધારવા અને અમારી કામગીરી વધારવાની દિશામાં વધુ એક પગલું છે.
આ સીમાચિહ્ન સર કરીને અમને વિશ્વાસ છે કે, અમે વધારે બજારોને કાર્ગોની વધારે ઝડપથી, કાર્યદક્ષ અને સલામત રીતે પરિવહન કરવાની સેવા આપી શકીશું. અમને PIC 2 સર્વિસ સીક્યોર કરવાની ખુશી છે. અમને ખાતરી છે કે, અમારું હાલની માળખાગત સુવિધા અને કુશળ મેનપાવર સાથે અમે અતિ કાર્યદક્ષ રીતે આ સર્વિસ ઓપરેટ કરી શકીશું, જેથી નિકાસકારો અને આયાતકારોને વધારે અસરકારક સેવા મળશે.”
આ વ્યવસ્થા પર શ્રેયાસ શિપિંગના ચીફ ઓપરેટિંગ ઓફિસર કેપ્ટન આશિષ ચૌહાણે કહ્યું હતું કે, “અમને અમારી વીકલી સર્વિસમાં એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ સાથે જોડાણ કરવાની ખુશી છે. અમારું માનવું છે કે, અંતરિયાળ વિસ્તાર સાથે ઉત્કૃષ્ટ જોડાણ સાથે પોર્ટ પિપાવાવ સક્ષમ રીતે આયાતનિકાસના ગ્રાહકોને સેવા આપી શકશે. અમને ખાતરી છે કે, અમારા ગ્રાહકો એપીએમ ટર્મિનલ્સ પિપાવાવની અસરકારક સેવા અને એની ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધાનો પ્રચૂર લાભ લેશે. આ શ્રેષ્ઠ વ્યવસાયિક સંબંધો માટે પારરસ્પિક લાભદાયક બની રહેશે.”