APM ટર્મિનલ્સ પિપાવાવે રૂ. 321.63Mn. ચોખ્ખો નફો કર્યો
નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરી vs. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરી:
કામગીરીમાંથી આવક રૂ. 1,596.19 મિલિયન, જે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરીમાંથી રૂ. 1,589.76 મિલિયન હતી
ચોખ્ખો નફો રૂ.321.63મિલિયન; જે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 464.16 મિલિયનથી 31 ટકા ઓછો છે
પિપાવાવ, એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ 30 જૂન, 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 321.63 મિલિયનનો ચોખ્ખો નફો કર્યો હતો,
જે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 464.16 મિલિયન હતો. સમીક્ષાના ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી આવક રૂ. 1,596.19 મિલિયન હતી, જે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 1,589.76 મિલિયન હતી. ત્રિમાસિક ગાળા માટે ઇબીઆઇડીટીએ રૂ. 879.29 મિલિયન હતી, જે ગયા વર્ષના સમાન ગાળા દરમિયાન રૂ. 954.97 મિલિયન હતી. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇડીટીએ માર્જિન 55 ટકા હતું, જે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 60 ટકા હતું.
પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોની સરખામણી ગયા વર્ષના સમાન ગાળા સાથે ન કરી શકાય, કારણ કે મે મહિનાના બીજા પખવાડિયામાં ‘ચક્રવાત તૌકતે’ દ્વારા પોર્ટની કામગીરીને ગંભીર અસર થઈ હતી. રાષ્ટ્રીય ગ્રિડમાંથી વીજનો પુરવઠાની ગેરહાજરીમાં મોબાઇલ પાવર સપ્લાય સિસ્ટમની વ્વસ્થા કર્યા પછી પોર્ટે 1 જૂનથી કામગીરી આંશિક રીતે શરૂ કરી હતી. રાષ્ટ્રીય ગ્રિડમાંથી વીજળીનો પુરવઠો 10 જુલાઈના રોજ ફરી શરૂ થયા પછી પોર્ટ સંપૂર્ણપણે કાર્યરત થયું હતું.
ત્રિમાસિક ગાળામાં કન્ટેઇનર કાર્ગો વ્યવસાય 1,49,953 TEUs, બલ્ક બિઝનેસ 0.66 MTઅને લિક્વિડ બિઝનેસ 0.14 MTહતો. સમીક્ષાના ત્રિમાસિક ગાળામાં રોરો કેટેગરી અંતર્ગત 2,550કારનું સંચાલન થયું હતું.
નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો પર એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી યાકબ ફ્રિસ સોરેન્સને કહ્યું હતું કે, “ચક્રવાત તૌકતે ત્રિમાસિક ગાળા દરમિયાન અમારા માટે મોટો પડકાર હતું.
ચક્રવાત પછી સંચાર અને વીજ પુરવઠાની અનુપલબ્ધતાને કારે પોર્ટ પર કામગીરીને માઠી અસર થઈ હોવા છતાં અમારી ટીમે અમે તાત્કાલિક કામગીરી શરૂ કરી શકીએ એ માટે સતત કામ કર્યું હતું. અમારા સક્રિય અભિગમ અને ચક્રવાત પૂર્વે આયોજનને કારણે અમારા તમામ કર્મચારીઓ સલામત છે
અને માળખાગત સુવિધા પર ઓછામાં ઓછી અસર થઈ હતી. અમારું માનવું છે કે, આ પડકારજનક ગાળામાંથી જે કંઈ અમને શીખવા મળ્યું છે એ અમને તમામ હિતધારકો માટે સતત વૃદ્ધિ હાંસલ કરવામાં મદદરૂપ થશે.”