APM ટર્મિનલ્સ પિપાવાવે વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડેની ઉજવણી કરી
પિપાવાવ, ભારતઃ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવમાં સસ્ટેઇનેબિલિટી અભિન્ન અંગ હોવાથી પોર્ટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને ‘વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે’ની ઉજવણી કરી હતી. આ ઉજવણીનો આશય યુવાનો વચ્ચે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ માટે સ્વસ્થ પર્યાવરણનું સર્જન કરવા માટે કુદરતી સંસાધનોના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો હતો. વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડેની ઉજવણી આંતરરાષ્ટ્રીય સ્તરે 28 જુલાઈના રોજ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ કુદરતી આવાસનું રક્ષણ કરવાનો અને સંસાધનોના અસરકારક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
પોર્ટે આપણા રોજિંદા જીવનમાં “રિડ્યુસ, રિયુઝ એન્ડ રિસાયકલ” પર ધ્યાન કેન્દ્રિત કરીને યુવાનોને જાણકારી આપવા “પ્રકૃતિના સંરક્ષણ પર આપણા અસ્તિત્વનો આધાર” એક વેબિનારનું આયોજન કર્યું હતું. આ વેબનારમાં 100થી વધારે યુવાનો સહભાગી થયા હતા, જેને પ્રસિદ્ધ કૃષિ વિજ્ઞાની ડો. એચ કે શર્માએ સંબોધન કર્યું હતું. અન્ય પ્રવૃત્તિઓમાં કર્મચારીઓના પરિવારજનો અને મિત્રોએ પ્રકૃતિનું સંરક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, સ્લોગન રાઇટિંગ કોમ્પિટિશન યોજાઈ હતી, નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ હતી તથા શાળાઓ અને સમુદાયોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની સાથે પોર્ટે 29 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી પણ કરી હતી. વાઘ દુનિયામાં લુપ્તપ્રાય થતી પ્રજાતિ છે, જેને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઇગર શરૂ કરવામાં આવ્યો છે. આ વિશે વિગત આપવા સહભાગીઓ માટે સ્પેશ્યલ વીડિયો સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
એપીએમ ટર્મિનલ્સનું ગુજરાત સરકારની ગુજરાત સીએસઆર ઓથોરિટીએ કુદરતી સંસાધનોના વ્યવસ્થાપનના પ્રોજેક્ટ માટે “કોહેસિવ એન્ડ સ્ટ્રેટેજિક સીએસઆર પાર્ટનરશિપ” બદલ, રાજુલા તાલુકામાં કોટડી વસાહતમાં માઇક્રો ઇરિગેશન સિસ્ટમ આધારિત લિફ્ટ ઇરિગેશન દ્વારા “જળ સંસાધન વ્યવસ્થાપન વધારવા” ગુજરાત સ્ટેટ સીએસઆર એવોર્ડ એનાયત કર્યો હતો.
એપીએમ ટર્મિનલ્સની આંતરરાષ્ટ્રીય કામગીરીની તમામ વ્યાવસાયિક કામગીરીઓમાં સસ્ટેઇનેબિલિટી અભિન્ન અંગ છે તથા પિપાવાવની કામગીરી આ ઉદ્દેશને અનુરૂપ છે. પોર્ટે ‘ગુજરાત ગ્રીન ગેટવે’ નામની પહેલ પણ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ પોર્ટ પર કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે 2.5 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે, નવ ચેકડેમ બનાવ્યાં છે તથા આસપાસના ગામડાઓમાં તળાવ અને ખેતરોમાં જળાશયોમાંથી નિયમિતપણે કાદવ બહાર કાઢવા ઉપરાંત વરસાદના પાણીનો સંચય કરવા 60થી વધારે માળખા વિકસાવ્યાં છે, જેથી પર્યાવરણનું સંરક્ષણ થાય અને સાતત્યપૂર્ણ કામગીરી સુનિશ્ચિત થાય.