APM ટર્મિનલ્સ પીપાવાવે મર્સ્ક ટ્રેનિંગ અને ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી સાથેની ભાગીદારીમાં ‘ફ્યુચર લીડર્સ – ફાઉન્ડેશન પ્રોગ્રામ’ શરૂ કર્યો
ભારતમાં ટકાઉ મેરીટાઇમ ભવિષ્ય માટે યુવા પ્રતિભાઓને તૈયાર કરશે
અમદાવાદ, ભારત સરકારના વિઝનરી સ્કીલ ઈન્ડિયા મિશન સાથે જોડાવા અને દેશની મેરીટાઇમ તાકાતને મજબૂત બનાવવા માટેના એક મહત્વના પ્રયાસરૂપે ભારતમાં અગ્રણી ગેટવે પોર્ટ એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે (જીપીપીએલ) મર્સ્ક ટ્રેનિંગ અને ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી (જીએમયુ) સાથેની ભાગીદારીમાં વ્યાપક ફ્યુચર લીડર્સ – ફાઉન્ડેશન પ્રોગ્રામ લોન્ચ કરીને એક નિર્ણાયક પગલું લીધું છે. APM Terminals Pipavav Launches “Future Leaders – Foundation Program” in Partnership with Maersk Training and Gujarat Maritime University’.
આ અભૂતપૂર્વ પાંચ દિવસનો કાર્યક્રમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 દરમિયાન સાઇન કરાયેલા એમઓયુ પર બનેલા ઇમર્સિવ વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અનુભવો થકી મેરીટાઇમ લર્નિંગમાં ક્રાંતિ લાવે છે.
મર્સ્ક ટ્રેનિંગ તેની એવોર્ડ વિજેતા લર્નિંગ અને અપસ્કીલિંગ ક્ષમતાઓમાં એઆઈ/એઆર/વીઆરના શ્રેષ્ઠ ઉપયોગને દર્શાવશે. આ ભવિષ્ય માટે તૈયાર, ખૂબ જ કુશળ મેરીટાઇમ કર્મચારીઓને તૈયાર કરવા અને ભારતના આર્થિક વિકાસ તથા વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપવા માટેની જીપીપીએલની અદ્વિતીય પ્રતિબદ્ધતા દર્શાવે છે.
તાજેતરમાં સંપન્ન થયેલી ઇવેન્ટમાં ઉદ્યોગ જગતના અનેક જાણીતા લીડર્સ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોમાં ગાંધીનગર સચિવાલય ખાતેના પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગ અને રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, આઈએએસ, ગુજરાત પીપાવાવ પોર્ટ ખાતે એપીએમ ટર્મિનલ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગિરીશ અગ્રવાલ, ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ (ઈન્ચાર્જ) અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ડિરેક્ટર પ્રો. (ડો.) એસ. શાંતાકુમાર તથા એપી મોલર મર્સ્ક ગ્રુપના પબ્લિક અફેર્સના કન્ટ્રી ડિરેક્ટર શ્રી વિવેક શર્મા સમાવિષ્ય હતા. આ સહભાગિતાએ ઇવેન્ટના કાર્યક્રમો અને ચર્ચાઓને નોંધપાત્ર રીતે સમૃદ્ધ બનાવી હતી.
પરંપરાગત પદ્ધતિઓથી આગળ વધીને, આ પ્રોગ્રામ ફંડામેન્ટલ્સ, ટેકનિકલ સ્કીલ્સ, ટકાઉપણું અને વાસ્તવિક કેસ સ્ટડીઝ સહિત મેરીટાઇમ આવશ્યકતાઓમાં શીખવાનો ઇમર્સિવ અનુભવ પ્રદાન કરે છે. તે સહભાગીઓને સમૃદ્ધ અર્થતંત્ર, ટકાઉ ભવિષ્ય અને મજબૂત સમુદાયમાં યોગદાન આપવા માટે સશક્ત બનાવે છે. અમેરિકા, સાઉદી અરેબિયા, જાપાન અને તાઇવાન જેવા દેશોમાં ઇનોવેશન એક્સચેન્જની તકોને પ્રોત્સાહન આપીને આ પ્રોગ્રામ “નેટવર્ક ઇફેક્ટ” ઊભી કરે છે જે વિદ્યાર્થીઓ અને સહભાગીઓ માટે આકર્ષક કારકિર્દીની સંભાવનાઓ, નોકરીની તકો અને સંભવિત ફ્યુચર એક્સચેન્જ પ્રોગ્રામ્સના દ્વાર ખોલે છે.
પ્રોગામે મહત્વાકાંક્ષી મેરીટાઇમ પ્રોફેશનલ્સને વિવિધ ક્ષેત્રોમાં નીચે મુજબની વ્યાપક કુશળતાઓથી સજ્જ કર્યા હતાઃ
રેગ્યુલેશન્સ અને સેફ્ટીઃ સહભાગીઓએ MARPOL નિયમનો, આઈએસએમ કોડ અને શિપ સેફ્ટી પ્રોસીજર્સ અંગે નિપુણતા મેળવી.
સસ્ટેનેબલ પ્રેક્ટિસીસઃ મેરીટાઇમ સપ્લાય ચેઇન સસ્ટેનેબિલિટી સુધારવા ગ્રીન શિપિંગ પર ધ્યાન
લોજિસ્ટિક એક્સપર્ટાઇઝઃ ફાર્મ ટુ ફ્રિજ કેસ સ્ટડીઝ દ્વારા લોજિસ્ટિક્સ મેનેજમેન્ટમાં આંતરદ્રષ્ટિ મેળવી
સ્કીલ ડેવલપમેન્ટઃ ઉચ્ચ કમ્યૂનિકેશન્સ, ટીમ વર્ક, પ્રોબ્લેમ-સોલ્વિંગ અને લીડરશિપ સ્કીલ્સ.
એપીએમ ટર્મિનલ્સ પીપાવાવના મેનેજિંગ ડિરેક્ટર ગિરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, “એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ ખાતે અમે આવતી પેઢીના મેરીટાઇમ લીડર્સને તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ જેઓ ભારતના વિકાસ અને ટકાઉપણાના એજન્ડાને આગળ ધપાવશે. ‘ફ્યુચર લીડર્સ – ફાઉન્ડેશન પ્રોગ્રામ’ એ કૌશલ્ય વિકાસ અને નવીનતા પ્રત્યેના અમારા સમર્પણનું પ્રમાણ છે.
વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેક્નોલોજીનો લાભ લઈને અને મર્સ્ક ટ્રેનિંગ અને ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી જેવા ઉદ્યોગ અગ્રણીઓ સાથે સહયોગ કરીને અમારું લક્ષ્ય શીખવાનો અપ્રતિમ અનુભવ પ્રદાન કરવાનો છે. આ પ્રોગ્રામ યુવા પ્રતિભાઓને મેરીટાઇમ ઉદ્યોગની જટિલતાઓમાં આગળ વધવા માટે જ્ઞાન અને કુશળતા સાથે સશક્ત બનાવશે અને ટકાઉ ભવિષ્યને ઉત્તેજન આપશે.”