APM ટર્મિનલ્સ પીપાવાવ પોર્ટે વ્હીકલ લોજિસ્ટિક્સમાં સીમાચિહ્ન હાંસલ કર્યું, નવો રોરો હેન્ડલિંગ રેકોર્ડ સ્થાપ્યો
પીપાવાવ, એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે (જીપીપીએલ) એક જ મહિનામાં સૌથી વધુ પ્રોસેસ્ડ રોરો રેક્સનું હેન્ડલિંગ કરીને નવો વિક્રમ સ્થાપીને વ્હીકલ લોજિસ્ટિક્સમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ટર્મિનલે 3,969 કાર્સનું અનલોડિંગ કરવા માટે 40 એનએમજી (ન્યૂલી મોડિફાઇડ ગુડ્સ) રેક્સ પ્રોસેસ કર્યા હતા. આ સિદ્ધિ માર્ચ 2024માં 30 એનએમજી રેક્સના હેન્ડલિંગના અગાઉના રેકોર્ડમાં મહત્વપૂર્ણ વધારો દર્શાવે છે.
આ સિદ્ધિ અંગે ટિપ્પણી કરતા એપીએમ ટર્મિનલ્સ પીપાવાવના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગિરીશ અગરવાલે જણાવ્યું હતું કે “આ રેકોર્ડ ન કેવળ ઓપરેશનલ શ્રેષ્ઠતા તરફ અમારી અદ્ભુત ટીમની કામગીરી દર્શાવે છે પરંતુ સતત સુધારણા માટે અમારી અડગ પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.
એક જ મહિનામાં અભૂતપૂર્વ 40 એનએમજી રેકને હેન્ડલ કરીને અને 3,969 કારને અનલોડ કરીને અમે લોજિસ્ટિક્સ સેક્ટરમાં નવા ઉદ્યોગ સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે. આ કામગીરી અમારા ટર્મિનલની ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા અને વૈશ્વિક ઓટોમોટિવ લોજિસ્ટિક્સને આગળ વધારવા માટેના સમર્પણને દર્શાવે છે. આગળ જતા અમે એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ ખાતે શ્રેષ્ઠ સર્વિસીઝ પૂરી પાડવા તથા સતત સુધારણા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ.”
કાર્યક્ષમતા અને ટકાઉપણા માટેની પ્રતિબદ્ધતાઃ
આ સિદ્ધિ તેના ક્લાયન્ટ્સને નીચેની બાબતો પૂરી પાડવા માટે એપીએમ ટર્મિનલ્સ પીપાવાવની પ્રતિબદ્ધતા દર્શાવે છેઃ
· વિશ્વસનીય અને કાર્યક્ષમઃ સરળ પ્રોસેસીસ વ્હીકલ્સના સુરક્ષિત તેમજ સમયસર હેન્ડલિંગને સુનિશ્ચિત કરે છે
· ટકાઉ પ્રેક્ટિસીસઃ રોડ ટ્રાન્સપોર્ટ પરનું અવલંબન ઘટાડીને અને ઉત્સર્જન ઓછું કરીને એપીએમ ટર્મિનલ્સના ઉદ્યોગ અગ્રણી ડિકાર્બોનાઇઝેશન એજન્ડા સાથે અનુરૂપ રોરો ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન.
રેલ મારફતે વાહનોની અવરજવરને અસરકારક રીતે મેનેજ કરીને એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ ભારતના રોડ નેટવર્કમાં નોંધપાત્ર બોજ ઘટાડવામાં ફાળો આપે છે, જેનાથી પર્યાવરણ અને મુસાફરો બંનેને ફાયદો થાય છે.
એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ એ ભારતનું અગ્રણી પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) પોર્ટ છે અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (ડીએફસી) સાથે જોડાણ કરનાર પ્રથમ પોર્ટ છે. એપીએમ ટર્મિનલ્સ વૈશ્વિક નેટવર્કમાં મુખ્ય નોડ તરીકે પ્રભાવશાળી હેન્ડલિંગ ક્ષમતા ધરાવે છે: વાર્ષિક ધોરણે પોર્ટ 1.35 મિલિયન ટીઈયુ કન્ટેનર ટ્રાફિક, 4 મિલિયન મેટ્રિક ટન ડ્રાય બલ્ક, 2 મિલિયન મેટ્રિક ટન લિક્વિડ બલ્ક અને 2,50,000 પેસેન્જર કારનું સંચાલન કરે છે.
આ વ્યાપક ક્ષમતા ભારતના લોજિસ્ટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં તેની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂકે છે પરંતુ દેશની કાર્ગો મુવમેન્ટને અસરકારક રીતે સુવ્યવસ્થિત કરવા પર તેની અસરને પણ દર્શાવે છે.