Western Times News

Gujarati News

પ્રોજેક્ટ જ્ઞાનજ્યોતની પરવરિશ શિબિરથી બોર્ડ પરીક્ષાના પરિણામોમાં 40-50 ટકાનો વધારો થયો

APM ટર્મિનલ્સ પીપાવાવના પ્રોજેક્ટ જ્ઞાનજ્યોતની પરવરિશ શિબિરથી જીવનમાં પરિવર્તન આવ્યું

ભાવનગરગુજરાત – 18 ફેબ્રુઆરી2025: એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે તેની શૈક્ષણિક પહેલ પ્રોજેક્ટ જ્ઞાનજ્યોતના ભાગરૂપે ભાવનગરમાં સણોસરા સ્થિત લોકભારતી ખાતે કન્યાઓ માટે પરવરિશ શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરમાં રામપરાભેરાઈકડિયાલીદેવપરાથાવી અને પાદર ગામોની 185 છોકરીઓને એકત્ર કરવામાં આવી હતીજેનાથી તેમને આવશ્યક કૌશલ્યો વિકસાવવા અને આત્મવિશ્વાસ મેળવવાની તક મળી હતી. APM Terminals Pipavav’s Project Gyanjyot Transforms Lives Through Parvarish Camp.

પરવરિશ શિબિરમાં ધોરણ 7 થી 9માં અભ્યાસ કરતી કન્યાઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમાં થિયેટર, નૃત્ય, સંગીત, ચિત્રકામ અને ટીમવર્ક અને જીવન કૌશલ્ય ઉપરના સત્રોનો સમાવેશ કરાયો હતો. કારકિર્દી જાગૃતિ કાર્યક્રમોએ સહભાગીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા તેમને ભવિષ્યની સંભાવનાઓ શોધપા અને આકાંક્ષાઓનું નિર્માણ કરવામાં મદદ કરી હતી.

આ પહેલ પ્રોજેક્ટ જ્ઞાનજ્યોતનો એક હિસ્સો છે, જેનાથી સમગ્ર પ્રદેશમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ અને માતા-પિતા ઉપર સકારાત્મક પ્રભાવ પેદા કરી શકાયો છે. આ પ્રોજેક્ટે મહિલાઓ વચ્ચે સાક્ષરતામાં વધારો, બોર્ડ પરીક્ષાના પરિણામોમાં 40-50 ટકાનો વધારો તથા વિજ્ઞાન અને ગણિતમાં પ્રદર્શનમાં સુધારો સહિત ઘણાં મહત્વપૂર્ણ સીમાચિહ્નો હાંસલ કર્યાં છે. સ્પાર્ક (મોબાઇલ સાયન્સ એન્ડ મેથ્સ લેબ) જેવાં કાર્યક્રમોએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા હાંસલ કરવા તથા સાયન્સ અને મેથ્સ એક્ઝિબિશનમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યાં છે.

આ ઉપરાંત એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ નિયમિત વર્ગમાં હાજરી આપવામાં મૂશ્કેલીનો સામનો કરતાં વિદ્યાર્થીઓને ડિસ્ટન્સ એજ્યુકેશન સપોર્ટ પણ ઓફર કરે છે, જેથી દરેક માટે અભ્યાસની તકો સુનિશ્ચિત કરી શકાય.

પરવરિશ કેમ્પ જેવી પહેલ દ્વારા એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ ગ્રામીણ સમુદાયોમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસને આગળ વધારવાની પ્રતિબદ્ધતાને આગળ ધપાવે છે, જેનાથી તેમના જીવનમાં અર્થપૂર્ણ અને કાયમી પરિવર્તન આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.