APMC સેસ ઉઘરાવાતા વહેપારીઓનો વિરોધ
કાલુપુર નજીક એપીએમસીની બહાર સવારથી જ અનાજ ભરીને આવેલી ટ્રકોને રોકી રખાઈઃ બપોર સુધીમાં વહેપારીઓ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો ઘડાશે |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ એપીએમસી દ્વારા આજે સવારથી જ અચાનક જ ચોખા, ઘઉં, બાજરી સહિતના અનાજ ભરી આવતી ટ્રકો પાસેથી એપીએમસી સેસ લેવાનું ફરી વખત શરૂ કરાતા વહેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે અને કાલુપુર ચોખા બજાર પાસેના એપીએમસીમાં રોષે ભરાયેલા વહેપારીઓએ સેસ આપવાનો ઈન્કાર કરી દેતા તેઓની પાસેથી બળજબરીપૂર્વક વસુલ કરવામાં આવતો હોવાનું જાણવા મળી રહયું છે.
બીજીબાજુ વહેપારીઓ પણ સેસ નહી ભરવા માટે મક્કમ હોવાથી વાતાવરણ ગરમાયુ છે. એપીએમસી બહાર ટ્રકોની લાઈનો લાગી ગઈ છે અગાઉ પણ આ મુદ્દે વહેપારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા અને તમામ બજારો અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાયા હતા. ત્યારબાદ આ મુદ્દે હાઈકોર્ટમાં પણ કેસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અચાનક જ આજે ફરી વખત સેસ ઉઘરાવવામાં આવતા વહેપારીઓમાં રોષ ફેલાયો છે અને બપોરે મળનારી વહેપારીઓની બેઠકમાં આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવે તેવું જાણવા મળી રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ એપીએમસી દ્વારા એપીએમસીમાં આવતી ઘઉ, ચોખા, બાજરી સહિતના અનાજાના તૈયાર માલ ભરેલી ટ્રકો પાસેથી ર૦૧૬ના વર્ષમાં અચાનક જ એપીએમસી સેસ ઉઘરાવવામાં આવ્યો હતો પરંતુ વહેપારીઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
વહેપારીઓએ સામુહિક રીતે વિરોધ કર્યા બાદ હડતાલ પાડી હતી જેના પરિણામે તમામ દુકાનો બંધ રહી હતી. એપીએમસી સેસની વિરોધમાં હાઈકોર્ટમાં પણ કેસ કરવામાં આવેલો છે. હાઈકોર્ટમાં કેસ દરમિયાન હજુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારબાદ અચાનક જ અમદાવાદ એપીએમસી દ્વારા છેલ્લા એક સપ્તાહથી એપીએમસી સેસના મુદ્દે વહેપારીઓને નોટીસ પાઠવી હતી પરંતુ વહેપારીઓ સેસ નહી ભરવા માટે મક્કમ જણાતા હતાં.
આજે સવારે કાલુપુર ચોખા બજાર પાસે એપીએમસીમાં ચોખા સહિતના અનાજા ભરીને ટ્રકો આવતા જ એપીએમસી સત્તાવાળાઓએ આ તમામ ટ્રકોને અટકાવી હતી અને તેઓની પાસેથી સેસ ઉઘરાવવા માટેની કાર્યવાહી શરૂ કરતા જ વહેપારીઓ એકત્ર થઈ ગયા હતાં.
પ્રોસેસ કરેલા અનાજ ઉપર સેસ વસુલ કરવામાં આવતા વહેપારીઓ તેનો વિરોધ કરી રહયા છે કારણ કે અગાઉ પણ પ્રોસેસ પહેલા સેસ લેવામાં આવતો હોય છે તો એક જ વસ્તુ પર બે વખત સેસ ઉઘરાવી શકાય નહી તેવું વહેપારીઓનું માનવું છે. એક સપ્તાહની નોટિસ બાદ આજે સવારથી જ સેસ ઉઘરાવવાનું શરૂ કરતા વહેપારીઓએ તેનો વિરોધ શરૂ કરી દીધો હતો જેના પરિણામે એપીએમસીની બહાર ટ્રકોની લાઈનો લાગી ગઈ છે.
અપીએમસી સેસની જાણ થતાં જ વહેપારીઓ એકત્ર થઈ ગયા હતા અને સેસનો વિરોધ કરવા લાગ્યા હતા જેના પરિણામે વાતાવરણ પણ ગરમાયુ છે. કોઈપણ પરિÂસ્થતિમાં એપીએમસી સેસ નહી ભરવામાં આવે તેવુ વહેપારીઓ જણાવી રહયા છે.
બીજીબાજુ કેટલીક ટ્રકો પાસેથી એપીએમસી સેસ બળજબરીપૂર્વક ઉઘરાવાયો હોવાનો પણ વહેપારીઓ આક્ષેપ કરી રહયા છે. એકત્ર થયેલા વહેપારીઓમાં ભારે રોષ જાવા મળતો હતો. અને ટ્રકોની લાઈનના કારણે ટ્રાફિક પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. આ અંગેની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. બીજીબાજુ વહેપારીઓએ આ મુદ્દે ફરી વખત તાકિદની બેઠક બોલાવી છે.
અગાઉ ર૦૧૬ના વર્ષમાં પણ આ જ મુદ્દે થયેલી તકરાર બાદ વહેપારીઓએ એપીએમસીના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે અને ત્યારબાદ આજે ફરી એક વખત આ મુદ્દે વાતાવરણ ગરમાયુ છે. આજે મળનારી વહેપારીઓની બેઠકમાં આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવશે તેવુ જાણવા મળી રહયું છે.
વહેપારીઓ દ્વારા કાયદાકિય નિષ્ણાતોનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે અને તેઓને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. એપીએમસી સેસ ઉઘરાવવાના મુદ્દે રોષે ભરાયેલા વહેપારીઓના જણાવ્યા અનુસાર આ સેસથી વર્તમાન મંદી અને મોંઘવારીના સમયમાં સામાન્ય નાગરિકો પર વધુ એક બોજા પડશે અને દિવાળીના સમયમાં જ અનાજ મોઘું થઈ જશે. એપીએમસીમાં આવતી તૈયાર અનાજની ટ્રકોમાં ૭પ ટકા જેટલી ટ્રકો ગુજરાતમાંથી આવે છે
જયારે રપ ટકા ટ્રકો અન્ય રાજયોમાંથી આવતી હોય છે. અન્ય રાજયોમાંથી આવતા ટ્રકોના ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે આ લખાય છે ત્યારે એપીએમસીની બહાર ભારે હોબાળો મચેલો છે.