Western Times News

Gujarati News

છપાયેલા બેલેટ પેપર મારફતે નહિં પણ હવે ઈવીએમથી થશે APMCની ચુંટણી

છપાયેલા બલેટ પેપરમાં ગોપનીયતા ન રહેતા સરકારનો નિર્ણય

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી એએમપીસીની ચુંટણી હવે છપાયેલા બેલેટ પેપરને બદલે ઈલેકટ્રોનીક વોટીગ મશીન-ઈવીએમ મારફતે થશે.

છપાયેલા પેપર મારફતે થતા વોટીગમાં મતની ગોપનીયતા રહેતી નથી. આથી ગુજરાત સરકારે બજાર સમીતીઓની ચુંટણી ઈવીએમ મારફતે જ કરવા નિર્ણય કર્યો છે. જેને રાજયના સહકાર વિભાગે વહીવટી મંજૂરી પણ આપી દીધી છે.

રાજયમાં ર૪૦ જેટલી એપીએમસી કાર્યર તછે. જેનાસંચાલન માટે ખેડૂત વિભાગમાંથી ૧૦ અને વેપારી વિભાગમાંથી ચાર અને સામાન્ય મતદાર મંડળમાંથી બે બેઠકો માટે ચુંટણી થતી હોય છે. એપીએમસીએ ખેડૂતો અને બજારના આર્થિકહીત સાથે સંકળાયેલી સહકારી સંસ્થા હોવાથી આવી સંસ્થામાં ચુંટણીનું રાજકારણ ભાડે ચડસાચડસીનું બની રહે છે.

ચુંટણી જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા યોજાતી હોવા છતાંયે ત્યાં મતદાર અને મતદાનની ગોપનીયતા રહેતી નથી. આથી રાજયની તમામ એએપીએમસીમાં ચુુંટણી પ્રક્રિયા પારદર્શક બની રહે તે ઉદેશથી સહકાર વિભાગે ૪૦ બલેટ યુનીટ અને ૪૦ કંટ્રોલ યુનીટ સાથે કુલ ૪૦ ઈવીએમ ખરીદવા રૂપિયા ૧ર લાખના ખચે સાથે વહીવટી મંજુરી આપી છે. તેના માટે વિભાગના નાયયબ સચીવ કે.વી.પટેલની સહીથી ગત સપ્તાહે ઠરાવ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો છે.

સહકારી વિભાગમાં ઠરાવમાં જણાવ્યા અનુસાર ઈવીએમથી ચુંટણી સંચાલનની યોજનાનું અમલીકરણ ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામક દ્વારા કરાશે. જયારે ઈવીએમની ખરીદી માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એગ્રીકલ્ચરમાં માર્કેટીગલ બોર્ડ મેનેજીગ ડીરેકટરની નિમણંુંક કરવામાં આવી છે.

આ ઈવીએમ પણ ભારતના મુખ્ય ચુંટણી પંચ અને રાજયના ચંુંટણી આયોગ જયાંથી ખરીદી કરે છે. તેવા ભારત સરકારની કંપની ભારત ઈલેકટ્રોનીકસ લીમીટેડ અથવા ઈલેકટ્રોનીકસ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લીમીટેડ પાસેથી કરવામાં આવશે. કહેવાય છે કે,

આગામી છ મહીનામાં ઈવીએમ ખરીદીને ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામક દ્વારા સ્ટ્રોગરૂમમાં રાખવામાં આવશે. જયાંથી જે એપીએમસીની ચુંટણી યોજવાની હશે ત્યાં મતદાન માટે તેને ઉપયોગમાં લેવા જીલ્લા રજીસ્ટ્રારોને સુચના અપાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.