એપોલો કેન્સર સેન્ટરો દ્વારા વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે દર્દી-કેન્દ્રિત નવીન પહેલનું આયોજન કરાયું
પીડિયાટ્રિક કેન્સર ચેમ્પિયન્સ સાથીઓએ સંગાથનું ટિફિન, હાથે બનાવેલું ‘ગેટ વેલ સૂન’નું કાર્ડ અને ભેટ શેર કરવા માટે હોસ્પિટલોની ઓચિંતી મુલાકાત લીધી
અમદાવાદ, આ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે એપોલો કેન્સર સેન્ટરો (ACC) દ્વારા કેન્સરની સંભાળમાં રહેલા અંતરાયને દૂર કરવા માટે એક સમાજ તરીકે સાથે મળીને કામ કરવાના મહત્વને સ્વીકૃતિ આપી છે. ACCનો ઉદ્દેશ કેન્સરની સારવારને સમર્થન આપવા માટે અસરકારક સકારાત્મક ભાવનાત્મક પરિણામને ધ્યાનમાં રાખીને અનન્ય પહેલ હાથ ધરીને પોતાના દર્દીઓની સારવારની સફરમાં અલગ અનુભવ લાવવાનો છે. Apollo Cancer Centres Organises Patient-Centric novel initiative on World Cancer Day
પહેલના ભાગ રૂપે ACCને આશા છે કે, આનાથી બાળરોગથી પીડિત એવા દર્દીઓના જીવનમાં પ્રકાશ આવશે અને તેમની સંભાળ લઇ શકાશે જેઓ કેન્સર પર વિજય મેળવવાની તેમની સફરમાં પડકારોનો સામનો કરી રહ્યા છે. પોતાના મિત્રો સાથે દિલથી દિલનો ખુશીઓનો સંવાદ કેન્સર ચેમ્પિયન માટે ખુશી લાવશે.
સ્વસ્થ અને સ્વાદિષ્ટ ઘરે રાંધેલું ભોજન તેમના જીવનમાં ઉત્સાહ લાવવાની સાથે સાથે તેમને કેન્સર સામે લડવાની તાકાત પણ આપશે. એપોલો CBCC ખાતે, આ પહેલના મિશનનો ઉદ્દેશ્ય નાની વયના કેન્સર ચેમ્પિયનના જીવનમાં શાંતિ લાવવાનો અને વધુ સારું જીવન જીવવા તરફની તેમની સફરમાં તેમને માનસિક રીતે મજબૂત રહી શકે તે માટે આનંદ લાવવાનો છે.
હોસ્પિટલના CEO/ડેપ્યુટી મેડિકલ ડાયરેક્ટર ડૉ. નવીન કેસવાણીએ જણાવ્યું હતું કે, “એપોલો CBCC કેન્સર સેન્ટરમાં, અમે અમારા દર્દીઓ સાથે ખૂબ જ ઘનિષ્ટતાપૂર્વક કામ કરીએ છીએ અને તેમની ન કહેવાયેલી જરૂરિયાતોનું પણ ધ્યાન રાખીએ છીએ.
શાળા, મિત્રો અને પરિવારોથી દૂર હોય તેવા બાળ દર્દીની સારવાર કરતા હોઇએ ત્યારે જરૂરી છે કે અમે માત્ર તેમની સારવાર જ નહીં પરંતુ સારવારની આ સફર દરમિયાન શક્ય હોય તેવી રીતે ભાવનાત્મક શક્તિ પૂરી પાડવામાં આવે તેની પણ અમે ખાતરી કરીએ.
અમે દર્દીઓને ઘર જેવો અનુભવ થાય તેવી રીતે શક્ય તેટલી શ્રેષ્ઠ કાળજી સાથે સંભાળના અંતરાયને દૂર કરીએ છીએ. આ પહેલ હેઠળ, જ્યારે અમે બાળ દર્દીઓ સાથે તેમના મિત્રો અને માતાપિતાને મુલાકાત કરવા માટે આમંત્રિત કરવાનું નક્કી કર્યું છે
તેની પાછળની એકમાત્ર પ્રેરણા એ છે કે અમે આમ કરીને તેમના ચહેરા પર સ્મિત અને ઉત્સાહ લાવીશું. આ પહેલ અને અમારી સારવારનો ઉદ્દેશ્ય કેન્સર સામે જીતવા માટે સખત પ્રયાસ કરી રહેલા કેન્સરના દરેક દર્દીની સંભાળ સાથે ઝડપી અને સર્વાંગી રિકવરી થાય તેવી આશા પૂરી પાડવાનો છે.”
અમદાવાદ ખાતે એપોલો CBCCના રેડિયેશન ઓન્કોલોજીના કન્સલ્ટન્ટ ડૉ. અમ્મારા હસને જણાવ્યું હતું કે, “જ્યારે હું હસનને પહેલીવાર મળ્યો, ત્યારે તેણે કેન્સર સામે લડવા તરફના તેમના અભિગમમાં ચુંબકીય સકારાત્મકતા બતાવી હતી. બાળ દર્દીઓને વધુ કાળજી અને સપોર્ટ આપવાનો હોય છે.
એપોલો CBCC કેન્સર સેન્ટર ખાતે, અમે ઘર જેવો માહોલ બનાવીએ છીએ અને અમારા દર્દીઓને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે સપોર્ટ કરીએ છીએ. આ પહેલ દર્દીઓના જીવનમાં આનંદ લાવવાની સાથે સાથે તેમને નિરંતર શક્ય તેટલી શ્રેષ્ઠ સંભાળ પૂરી પાડવામાં પણ અમને મદદ કરે છે.”
દર્દી હસને જણાવ્યું હતું કે, “અપોલો CBCC કેન્સર સેન્ટરમાં, ડૉકટરો, ચિકિત્સકો અને અન્ય સ્ટાફે હંમેશા મુશ્કેલ સમયમાં મને પીઠબળ આપ્યું છે. જ્યારે મેં મારા મિત્રને હોસ્પિટલમાં મને મળવા આવતા જોયા, ત્યારે મને શાળામાં આનંદ અને મસ્તીના દિવસો યાદ આવી ગયા અને એકંદરે, તેનાથી મારી ભાવના સજીવન થઇ છે. એપોલો CBCC એ મુલાકાતની વ્યવસ્થા કરી તે બદલ આભાર. મારા મુશ્કેલ દિવસોમાં તેમને અહીં મળવા બદલ હું ખૂબ આભાર માનું છું.”
દર્દીના મિત્ર યાસીને જણાવ્યું હતું કે, “આટલા મુશ્કેલ સમયમાં મારા મિત્રને મળવાની તક મળવાથી મને ખૂબ જ આનંદ થયો. અમે નાના છીએ એટલે અમને ક્યારેય હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અમારા મિત્રો કે પરિવારજનોને મળવા માટે લઇ જવામાં આવતા નથી. મને આનંદ છે કે, એપોલો CBCC તરફથી મારા મિત્રને મળવાની અને તેઓ ઝડપથી આ સ્થિતિમાંથી પસાર થઇ જશે તેવું કહેવાની તક આપવામાં આવી.”
ACC કેન્સર યોદ્ધાઓના જીવનમાં કરુણા અને સકારાત્મકતા ઉમેરવાનો ઉદ્દેશ્ય ધરાવતી નવીન પહેલની મદદથી પોતાના દર્દીઓના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે જેથી તેઓ કેન્સર પર વિજય મેળવવાની તેમની સફરમાં મનોમન મજબૂત રહી શકે.