Western Times News

Gujarati News

કેન્સર પર જીત માટે વૈશ્વિક નિષ્ણાંતો સાથે સહયોગ અને જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહન

મુંબઈ, અપોલો કેન્સર સેન્ટર્સ, મુંબઈ દ્વારા આયોજિત અપોલો કેન્સર કોન્ક્લેવની સાતમી એડિશનનો આજથી પ્રારંભ થયો હતો જેમાં 2,000થી વધુ ઓન્કોલોજીસ્ટ અને અગ્રણી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાનોના 400થી વધુ ફેકલ્ટી, કેન્સર કેર નિષ્ણાંતો અને સંશોધકો ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ કેન્સર કેરમાં થયેલા નવીન સુધારા અને ઇનોવેશન પરની ચર્ચા પર અને સમકાલિન સારવારથી માંડીને પ્રિસિઝન ઓન્કોલોજીમાં ઊભરતા ક્ષેત્રો પર  ધ્યાન કેન્દ્રિત કરશે. Apollo Hospital – Fostering Collaboration & Knowledge Exchange with Global Experts to Win Over Cancer.

8થી 10 નવેમ્બર સુધી યોજાનાર આ કોન્ક્લેવ પેનલ ડિસ્કશન, વર્કશોપ્સ અને રિસર્ચ પ્રેઝન્ટેશનમાં જોડાતા હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે એક ડાયનેમિક પ્લેટફોર્મ પૂરું પાડે છે. મુખ્ય વક્તા અને બીજા અનેક સેશન્સ સ્થાપિત અને ઊભરતી કેન્સર કેર સારવારો અને મેનેજમેન્ટ સ્ટ્રેટેજી અંગે અમૂલ્ય આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે.

અંગો સંબંધિત સાત સાયન્ટિફિક ટ્રેક્સ, 100થી વધુ સેશન્સ અને અનેક ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ સાથે અપોલો કેન્સર કોન્ક્લેવ ઓન્કોલોજીમાં પાયાના કાર્યક્રમ તરીકે દ્રઢપણે સ્થાપિત છે. કેન્સર સામે વધુ અસરકારક રીતે અને સહાનુભૂતિ સાથે લડવા માટે સમર્પિત ઓન્કોલોજી સ્પેશિયાલિસ્ટ્સ માટે હવે તે હેલ્થકેર કેલેન્ડરમાં એક નિશ્ચિત સ્થાન બનાવી ચૂકી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ખાતે ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (આઈએઆરસી)ના ડિરેક્ટર ડો. એબિસાબેટ વેઇડરપાસે જણાવ્યું હતું કે “આઈએઆરસીના 2022ના અંદાજો દર્શાવે છે કે વૈશ્વિક કેન્સર ભારણ 2022માં 20 મિલિયન નવા કેસોથી વધીને 2050 સુધીમાં 35 મિલિયન સુધી પહોંચે તેવી સંભાવના છે અને તે ઓછી તથા મધ્યમ આવક ધરાવતા દેશોને મુખ્ય અસર કરશે.

ભારતમાં કેન્સરનું ભારણ 2022માં 1.41 મિલિયન નવા કેસોથી વધીને 2050માં 2.69 મિલિયન કેસો સુધી પહોંચવાની સંભાવના છે. આ ચિંતાજનક આગાહી સાથે નિવારણ એ કેન્સરના રોગચાળા માટે મહત્વનો પ્રતિસાદ બની ગયું છે. અપોલો કેન્સર કોન્ક્લેવ 2024 જેવી પહેલ સ્થાનિક નિષ્ણાંતોમાં જાગૃતતા ફેલાવવા માટે એક અમૂલ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. આઈએઆરસી ખાતે અમારું વિઝન એક એવા વિશ્વનું છે જ્યા કેન્સરનો ભોગ બનનારા લોકોની સંખ્યા ખૂબ ઓછી હોય અને તેના માટે નિવારણ તથા વહેલા નિદાનમાં સક્રિય તથા પુરાવા આધારિત વ્યૂહરચનાઓ હોવી જરૂરી છે. આ કોન્ક્લેવ આ વ્યૂહરચનાઓ શેર કરવા તથા અમારા સામૂહિક મિશનને મજબૂત કરવા માટેની એક નોંધપાત્ર તક રહી છે.”

અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન સુશ્રી પ્રીથા રેડ્ડીએ જણાવ્યું હતું કે “અપોલો હોસ્પિટલ્સની સ્થાપના વૈશ્વિક ધોરણો સાથેની હેલ્થકેર સેવાઓ પૂરી પાડવાના વિઝન સાથે થઈ હતી. અમે નવા સીમાચિહ્નો, આધુનિક ટેક્નોલોજી અને નવીનતમ સારવાર દ્વારા કેન્સર કેરમાં ક્રાંતિ લાવવાનો વારસો આગળ ધપાવી રહ્યા છીએ

અને બહોળા જનસમુદાય માટે સારા પરિણામો સુનિશ્ચિત કરીએ છીએ. 22 અપોલો કેન્સર સેન્ટર્સમાં 390થી વધુ ઓન્કોલોજીસ્ટ્સ સાથે અમે વિશ્વભરમાં શ્રેષ્ઠ હોય તેની સમકક્ષ એવી સહાનુભૂતિવાળી અને દર્દીઓને કેન્દ્રિત સંભાળ પૂરી પાડીએ છીએ. અપોલો કેન્સર કોન્ક્લેવનું ઉદ્ઘાટન ભારત તથા વિશ્વના લોકોને ઉચ્ચ કક્ષાની હેલ્થકેર પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ ખાતે ગ્રુપ ઓન્કોલોજી અને ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ ડો. દિનેશ માધવને જણાવ્યું હતું કે “અમે ઓન્કોલોજીના વિકસતા ક્ષેત્રે વધુ ઊંડે ઉતરી રહ્યા છીએ ત્યારે વિશ્વભરમાં ઊભરતા અદ્વિતીય ઇનોવેશનને ઓળખવા ખૂબ જરૂરી બન્યું છે. કેન્સરના વહેલા નિદાનમાં નોંધપાત્ર સુધારા થઈ રહ્યા છે અને અમારા શ્રેષ્ઠ તાલીમબદ્ધ ક્લિનિશિયન્સ અને આધુનિક ટેક્નોલોજી સાથે અમે ઓન્કોલોજીના ક્ષેત્રને નવો આકાર આપવાનું ચાલુ રાખીએ છીએ.

આજે કેન્સર કેરનો અર્થ છે વ્યાપક અને 360 ડિગ્રી સપોર્ટ પૂરો પાડવો. કેન્સર મેનેજમેન્ટ અને ટ્રીટમેન્ટમાં ટેક્નોલોજીકલ સુધારા સાથે ગતિ જાળવી રાખીને અપોલો કેન્સર સેન્ટર્સ આ પરિવર્તનકારી સફરમાં અગ્રેસર રહે છે અને 147 દેશોના 3.5 અબજ લોકોને સેવાઓ પૂરી પાડે છે.”

અપોલો હોસ્પિટલ્સ નવી મુંબઈ ખાતે ઓન્કોલોજી સર્વિસીઝના ડિરેક્ટર ડો. અનિલ ડીક્રૂઝે જણાવ્યું હતું કે “અપોલો કેન્સર કોન્ક્લેવ વૈશ્વિક ઓન્કોલોજી સમુદાયમાં એક ખૂબ જ જાણીતી ઇવેન્ટ બની ગઈ છે જે કેન્સર કેરમાં ક્રાંતિ લાવવા માટે સમર્પિત લીડર્સ, પ્રેક્ટિશનર્સ અને રિસર્ચર્સને સાથે લાવે છે. અમારું લક્ષ્ય જ્ઞાનના આદાન પ્રદાન તથા સહયોગ દ્વારા કેન્સરની સારવારને પ્રેરિત કરવા, પડકારવા અને સામૂહિકપણે આગળ લઈ જવાનો છે.

આ વર્ષે પ્રિસિઝન ઓન્કોલોજી પરનું ધ્યાન કેન્સરની સારવાર માટે વધુ વિશિષ્ટ અને દર્દી કેન્દ્રિત હોય તેવા અભિગમો તરફ વળવાનું છે જેથી કેન્સર સામે ઝઝૂમતા દરેક દર્દી માટે જીવનની ગુણવત્તા સુધારી શકાય.”

આ કોન્ક્લેવમાં બ્રેસ્ટ, ગાયનેકોલોજી, ગેસ્ટ્રોઇન્ટેન્સ્ટિનલ, હેડ એન્ડ નેક, યુરો-ઓન્કોલોજી અને હિમેટોલિમ્ફોઇડ કેન્સર્સ સહિત ઓન્કોલોજીના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા અનેક સેશન્સ રજૂ થશે. મુખ્ય વક્તાના સંબોધન, ઇન્ટરેક્ટિવ પેનલ્સ અને રિયલ-ટાઇમ કેસ ડિસ્કશન સાથે આ કાર્યક્રમ કેન્સર કેરમાં ટેક્નલોજી તથા પ્રિસિઝન મેડિસીનની પરિવર્તનકારી સંભાવનાઓ દર્શાવશે અને દર્દી પર કેન્દ્રિત ઇનોવેશન પર ભાર મૂકશે.

પહેલા દિવસે કોન્ક્લેવની મોટી જાહેરાતો પૈકીની એકમાં અપોલોની નવી બ્રેસ્ટ કેન્સર કેર ગાઇડલાઇન્સ રજૂ કરવામાં આવી હતી જે સમગ્ર ભારતમાં બ્રેસ્ટ કેન્સરની જે પ્રકારે સારવાર હાથ ધરાય છે તેને નવેસરથી વ્યાખ્યાયિત કરશે.

અપોલો કેન્સર કોન્ક્લેવ 2024 કેન્સર કેરમાં સતત સુધારા માટેનું મંચ તૈયાર કરે છે તથા પ્રિસિઝન ઓન્કોલોજી, રોબોટિક્સ, એઆઈ આધારિત પેશન્ટ કેર અને ક્લિનિકલ સહયોગમાં નવા સીમાચિહ્નો સ્થાપે છે. આ વર્ષની ઇવેન્ટ ઓન્કોલોજીની સીમાઓથી આગળ વધવા તથા કેન્સર કેરમાં પરિવર્તન લાવવામાં ગ્લોબલ લીડર તરીકે તેની ભૂમિકા પુનઃસ્થાપિત કરવાની અપોલોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.