અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે તેના “કેર ચેમ્પિયન્સ”નું સન્માન કર્યું

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરતાં અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે લંચ અને સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલ ખાતે અદ્યતન હેલ્થકેર સર્વિસિસ પ્રદાન કરવામાં નર્સોની મહત્વપૂર્ણ ભૂમિકાની ઓળખ અને ઉજવણી કરાઇ હતી.
Ahmedabad, 12 મે, 2025: અપોલો હોસ્પિટલ્સ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવા વિશ્વભરની સ્વાસ્થ્ય સેવા સંસ્થાનો સાથે જોડાયું હતું, જેમાં નર્સિંગ ઉત્કૃષ્ટતાની ઓળખ કરવાની સાથે-સાથે વૈશ્વિક હેલ્થકેર સિસ્ટમ અને આર્થિક સ્થિતિસ્થાપકતાને ટકાવી રાખવામાં નર્સોની મહત્વપૂર્ણ ભૂમિકાને હાઇલાઇટ કરતી એક્ટિવિટી ડિઝાઇન કરાઇ હતી.
નર્સિંગ કર્મચારીઓના સમર્પણ, કૌશલ્ય અને કરૂણા ઉપર પ્રકાશ પાડતાં આ દિવસે અપોલો હોસ્પિટલ્સ નેટવર્કના યુનિટ્સ દ્વારા એક સપ્તાહ સુધી ચાલનારા વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક વિશેષ લંચ, સાંસ્કૃતિક પર્ફોર્મન્સ અને ઇન્ટરેક્ટિવ ઇન્સ્ટોલેશન ગ્રેટિટ્યૂડ વોલનું અનાવરણ કરાયું હતું.
આ ઇન્ટરેક્ટિવ ગ્રેટિટ્યૂડ વોલ કર્મચારીઓ, દર્દીઓ અને પરિવારો માટે ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવી હતી, જ્યાં તેઓ નર્સિંગ હીરોના અથાક પ્રયાસોનો આભાર વ્યક્ત કરતાં હાથથી લખેલી નોટ્સ, ફોટોગ્રાફ અને ડ્રોઇંગ પોસ્ટ કરી શકે. પ્રોત્સાહનના મેસેજથી લઇને દેખભાળની વાર્તા સુધીના સંદેશા સાથે આ વોલ કૃતજ્ઞતાનું એક સ્થાયી પ્રતીક બની ગઇ છે. પ્રશંસા અને સપોર્ટથી ભરપૂર આ હ્રદયસ્પર્શી સંદેશા વાંચવા માટે નર્સોએ થોડો વિરામ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 2025ની મહત્વતા વિશે વાત કરતાં અપોલો હોસ્પિટલ્સના ડિરેક્ટર – સ્ટ્રેટેજી સિંદૂરી રેડ્ડીએ કહ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે અમે નર્સોના અતૂટ સમર્પણને સલામ કરીએ છીએ કે જેઓ હેલ્થકેર ઇકોસિસ્ટમના મહત્વપૂર્ણ પિલ્લર છે. અપોલો હોસ્પિટલ્સ ખાતે અમે સ્વીકારીએ છીએ કે અમારી નર્સોની કાળજી રાખવી એ મજબૂત સ્વાસ્થ્ય સિસ્ટમની રચના કરવાના મૂળમાં છે. તેમની સલામતી અને સુખાકારી સર્વોપરિ છે અને ‘ધ પિંક બુક’ અમારી નર્સિંગ ટીમ માટે સુરક્ષિત અને સહાયક માહોલની રચના કરવાની અમારી કટીબદ્ધતા સૂચવે છે. અમે એવાં ભવિષ્યની રચના કરવામાં વિશ્વાસ કરીએ છીએ કે જેમાં નર્સ સફળ બની શકે અને દરેક દર્દીને ઉત્કૃષ્ટ કાળજી મળે.”
અપોલો હોસ્પિટલ્સના ગ્રૂપ ડિરેક્ટર નર્સિંગ કેપ્ટન (ડો) ઉષા બેનર્જીએ ઉમેર્યું હતું કે, “આ વર્ષની થીમ ‘અવર નર્સિંઝ. અવર ફ્યુચર . કેરિંગ ફોર નર્સિંગ સ્ટ્રેન્થન્સ ઇકોનોમિઝ,’ અપોલો હોસ્પિટલ્સ ખાતે અમારા મીશન સાથે ગાઢ રીતે જોડાયેલી છે. નર્સો આપણી હેલ્થકેર સિસ્ટમમાં કેન્દ્રસ્થાને છે અને અમે તેમની સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ. આજે, આપણે નર્સોના મૂલ્યવાન યોગદાનની ઉજવણી કરીએ છીએ તથા તેમના સતત સહકાર અને વિકાસ માટેની અમારી કટીબદ્ધતાને વધુ મજબૂત કરીએ છીએ.”
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરતાં અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે લંચ અને સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલ ખાતે અદ્યતન હેલ્થકેર સર્વિસિસ પ્રદાન કરવામાં નર્સોની મહત્વપૂર્ણ ભૂમિકાની ઓળખ અને ઉજવણી કરાઇ હતી.
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના સીઇઓ કમાન્ડર જેલસન કવલક્કટે કહ્યું હતું કે, “અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે અમે પેશન્ટ કેરના સર્વોચ્ચ ધોરણો ડિલિવર કરવા કટીબદ્ધ છીએ અને આ લક્ષ્યને હાંસલ કરવામાં અમારી નર્સોની ભૂમિકા કેન્દ્રસ્થાને છે. તેઓ મહત્વપૂર્ણ કડી છે, જે તેમની કુશળ અને કરૂણાસભર કેર દ્વારા દર્દીમાં ઝડપી રિકવરીનો વિશ્વાસ પેદા કરે છે. અમે તેમના સમર્પણ તથા સંસ્થાન અને જેમની સેવા કરાય છે તે બંન્નેને સપોર્ટ કરવામાં તેમની ભૂમિકાનો આદર કરીએ છીએ. આ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે અમે તેમનો અતૂટ સમર્પણ અને કેર બદલ આભાર વ્યક્ત કરીએ છીએ.”
આ ઉજવણીમાં નર્સો માટે ઉપલબ્ધ કલ્યાણકારી પહેલો ઉપર પણ ધ્યાન અપાયું હતું, જેમાં માનસિક આરોગ્ય સપોર્ટ અને કારકિર્દી-વિકાસ વર્કશોપની એક્સેસ સામેલ છે. આ પહેલો દર્દીની સલામતી, સ્ટાફ રિટેન્શન અને એકંદર હેલ્થકેર ગુણવત્તામાં નર્સોની સુખાકારીની વધતી મહત્વતાને સંબોધે છે.
હેલ્થકેરનું ભવિષ્ય આપણી નર્સોની વર્તમાન ક્ષમતાઓ ઉપર નિર્ભર છે તથા અપોલો હોસ્પિટલ્સ સ્વસ્થ, સુખી અને વધુ કરૂણાસભર વિશ્વની સેવામાં તેમની સાથે ઊભા રહેવાનો ગર્વ કરે છે.