અપોલો હોસ્પિટલ્સે કોવિડમાંથી સાજા થયેલા પણ એની અસરોથી પીડિત દર્દીઓને મદદ કરશે
અમદાવાદ, અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપે આજે હોસ્પિટલ નેટવર્કમાં પોસ્ટ-કોવિડ રિકવર ક્લિનિક્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી. પોસ્ટ-કોવિડ રિકવર ક્લિનિક્સ કોવિડમાંથી સાજાં થયેલા પણ ઇન્ફેક્શનની મધ્યમ અને લાંબા ગાળાની અસરોથી પીડાતા દર્દીઓની વધતી સંખ્યાઓની જરૂરિયાતો પૂર્ણ કરશે. (apollo hospitals launches post covid recover clinics across network)
કોવિડના 50 ટકા દર્દીઓ નોવેલ કોરોનાવાયરસનો ભોગ બન્યા પછી મહિનાઓ સુધી શ્વાસોશ્વાસ, છાતીમાં દુઃખાવો અને હૃદય સંબંધિત રોગો, સાંધાના દુઃખાવા, વિઝનની સમસ્યાઓ અને મેમરી લોસ સહિત વિવિધ સમસ્યાઓથી પીડાય છે. પોસ્ટ-કોવિડ રિકવર ક્લિનિક્સ દર્દીઓને કોવિડ-19 પછીની અસરો દૂર કરવા અને તેમને અગાઉની જેમ સ્વસ્થતા પ્રદાન કરવામાં મદદ કરશે.
આ માટે ક્લિનિક વિવિધ તબીબી શાખાનાં નિષ્ણાત ડૉક્ટરોની બનેલી કોવિડ ટીમ સાથે સજ્જ હશે. અમદાવાદમાં પોસ્ટ-કોવિડ રિકવર ક્લિનિક અપોલો હોસ્પિટલ ઇન્ટરનેશનલ લિમિટેડ, પ્લોટ નંબર 1એ, ગાંધીનગર – અમદાવાદ રોડ, જીઆઇડીસી ભાટ, ભાટ, અમદાવાદ, ગુજરાત – 382428 ખાતે શરૂ થશે.
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના સીનિયર કન્સલ્ટન્ટ એન્ડ ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડૉ. જય કોઠારીએ કહ્યું હતું કે, “અમારી હોસ્પિટલમાં કોવિડ-19માંથી સાજા થયેલા ઘણા દર્દીઓએ તેમને જોવા મળતા ચિહ્નો માટે અમારો સંપર્ક કર્યો છે અને આ માટેની સારવાર ક્યાં મેળવવી એ વિશે જાણવા ઇચ્છતાં હતાં.
કોવિડ-19માંથી સાજાં થયેલા દર્દીઓની આ સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓનું સમાધાન કરવા અમે પોસ્ટ-કોવિડ રિકવર ક્લિનિક્સ શરૂ કર્યું છે. પોસ્ટ-કોવિડ કેર માટે આ એક્સક્લૂઝિવ ક્લનિક્સ દર્દીઓને એમને જરૂરી સ્પેશ્યલાઇઝ કેર સાથે જોડશે, જેથી દર્દીઓ ઉચિત સારવાર મળશે. આ ક્લિનિક્સ દર્દીઓ કોવિડ-19ની અસરોમાંથી સંપૂર્ણપણે સાજા થવામાં મદદરૂપ થશે અને કોવિડ અગાઉનાં સ્વસ્થ જીવન તરફ પરત ફરવામાં સહાય કરશે.”
કોવિડ-19 શરીરમાં તમામ મહત્ત્વપૂર્ણ અંગોને અસર કરે છે. સ્ટ્રોક અને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, ડાયાબીટિસ અને હાયપરટેન્શન જેવી લાંબા ગાળાની બિમારીઓ કોવિડ પછીની સમસ્યામાં સામેલ છે. કોવિડની સારવાર પછી દર્દીઓના એકાએક મૃત્યુ થયા હોય એવા કેસ જોવા મળે છે અને એમાંથી મોટા ભાગનાં કેસો કાર્ડિયાક સાથે સંબંધિત ગંભીર સમસ્યાનું પરિણામ છે.
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના સીનિયર કન્સલ્ટન્ટ એન્ડ ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડૉ. પંકજ દુબેએ કહ્યું હતું કે, “કોવિડ-19 એટેક ફેંફસાની સાથે શરીરમાં અન્ય અંગોને પણ અસર કરે છે તથા સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ પેદા કરે છે. કેટલીક અસરો તીવ્ર તબક્કા માટેની સારવાર અને દર્દી સાજા થયા પછી અઠવાડિયાઓ અને મહિનાઓમાં જોવા મળે છે તથા વાસ્તવિક તબક્કા પછી વ્યક્તિની સુખાકારીને અસર કરે છે.
જ્યારે દર્દીઓ વચ્ચે હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર લેવાની જરૂર પડે એવી લાંબા ગાળાની સમસ્યાઓ વધારે સામાન્ય છે, ત્યારે હળવા કેસમાંથી સાજા થયેલા દર્દીઓમાં પણ વાયરસની લાંબી અસરો પેદા થઈ શકે છે. કેટલાંક લાંબા ગાળાની અસરો તીવ્ર હોઈ શકે છે અને વ્યક્તિને અક્ષમ કરી શકે છે. આ સ્પેશ્યલાઇઝ ક્લિનિક અમને દર્દીઓના ચિહ્નો પર સતત નજર રાખવા અને સમયસર સારવાર આપવા સક્ષમ બનાવશે.”
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ. કરન ઠાકુરે કહ્યું હતું કે, “કોવિડ-19 અગાઉ આપણે બિનચેપી રોગો (NCDs)થી પીડાતા દર્દીઓની મોટી સંખ્યાનો સામનો કરતા હતા, જે કુલ મૃત્યુમાંથી 70 ટકાથી વધારે મૃત્યુ માટે જવાબદાર હતા. કોવિડ-19 રોગચાળા પછી આ રોગ ધરાવતા દર્દીઓમાં વધારો થયો છે અને જો તેમના પર વિશેષ ધ્યાન આપીને સારવાર કરવામાં નહીં આવે, તો રોગચાળા પછી કોવિડમાંથી સાજા થયેલા અને લાંબા ગાળાની બિમારી ધરાવતા વ્યક્તિઓની મોટી સંખ્યા સાથે બિમાર દર્દીઓ અને મૃત્યુદરમાં વધારો થશે.
સ્પેશ્યલાઇઝ ક્લિનિક્સ કોવિડ પછી બિમાર દર્દીઓની સંખ્યામાં તીવ્ર વધારાને અટકાવશે અને લાંબા ગાળાની બિમારીઓમાં દર્દીઓની અસરકારક રીતે સારવાર કરશે, જે કોવિડ પછી વિવિધ રોગોમાં સારો એવો હિસ્સો ધરાવશે. આ સારવાર દર્દીકેન્દ્રિત, વિસ્તૃત, ટેલીકન્સલ્ટ અને ક્લિનિક આધારિત પ્રોગ્રામ મારફતે પૂરી પાડવામાં આવશે.”
પોસ્ટ-કોવિડ રિકવર ક્લિનિક્સ શરૂઆતમાં ચેન્નાઈ, મદુરાઈ, હૈદરાબાદ, બેંગાલુરુ, મૈસૂર, કોલકાતા, ભુવનેશ્વર, ગૌહાટી, દિલ્હી, ઇન્દોર, લખનૌ, મુંબઈ અને અમદાવાદમાં કોવિડની સારવાર કરતી અપોલો હોસ્પિટલ્સમાં શરૂ કરવામાં આવશે. આ ક્લિનિક્સ વિવિધ તબીબી શાખાઓના નિષ્ણાત ડૉક્ટરોની કોવિડ ટીમ સાથે સજ્જ હશે.