ભારતના ફાર્મસી બજારમાં 50 ટકાથી વધારે બજાર હિસ્સો અપોલો ફાર્મસી ધરાવે છે
અપોલો ફાર્મસીએ 5000મો સ્ટોર ખોલવાની ઉજવણી કરી
ચેન્નાઈ, ભારતની સૌથી મોટી અને સૌથી વધુ વિશ્વસનિય ઓમ્નિચેનલ ફાર્મસી રિટેલર અપોલો ફાર્મસી ભારતમાં એનો 5000મો સ્ટોર ખોલીને વધુ એક સીમાચિહ્ન સર કર્યું છે. ચેન્નાઈમાં નવો સ્ટોર ચેન્નાઈના ઓએમઆર રોડ પેરુન્ગુડી ખાતે શરૂ કર્યો હતો.
અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડની એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન સુશ્રી શોબના કામિનેનીએ ચેન્નાઈમાં વર્ષ 1987માં શરૂ થયેલી સફરમાં વાત કરી હતી કે, “ઉપભોક્તાની પસંદગીઓમાં પરિવર્તન થઈ રહ્યું છે તથા અમે કિંમત માટે નહીં, પણ રેન્જ અને સર્વિસની ઓફર પર ધ્યાન કેન્દ્રિત કરીને અમારી બ્રાન્ડે અલગ માર્ગ ઊભો કરીશું.
અત્યારે ઉપભોક્તાઓ વિશ્વસનિય સ્તોત્રમાંથી ડાયટ, કસરત, ગુણવત્તાયુક્ત સારવાર અને વેલનેસ ઉત્પાદનોના મહત્વને સમજીને નિવારણાત્મક હેલ્થકેર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત હેલ્થકેર ઉત્પાદનો અને વેલનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માગમાં વધારો ભારતમાં સંગઠિત રિટેલ ફાર્મસી ક્ષેત્રની વૃદ્ધિને આગળ વધારે છે.
“5000મા સ્ટોરની શરૂઆત અમારા વિશિષ્ટ ઓમ્નિ રિટેલ મોડલ સાથે અપોલો ફાર્મસીની સંગઠિત રિટેલ ફાર્મસી ક્ષેત્રમાં નંબર 1 પોઝિશનને મજબૂત કરે છે. રિટેલ ફાર્મસી ક્ષેત્રમાં પ્રચૂર સંભવિતતા ધરાવે છે તથા અમે વિશ્વસનિય હેલ્થ અને વેલનેસ પાર્ટનર માટે નજર દોડાવતા ઉપભોક્તાઓ માટે પ્રથમ પસદંગી બનવા સજ્જ છે. 60 કરોડથી વધારે ભારતીયો અત્યારે અપોલો ફાર્મસીની ફિઝિકલ સુવિધા ધરાવે છે. અમે દરરોજ અંદાજે 7 લાખ ઉપભોક્તાઓને સેવા આપીએ છીએ, જેને અમે ભવિષ્યમાં 10 લાખ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ.
“અમારી ડિજિટલ એપ અપોલો 24/7 કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે અપોલોની તમામ સુલભતા દરેક માટે સરળ કરવા શ્રેષ્ઠ હેલ્થના નવા યુગમાં પણ પ્રવેશ કર્યો છે. એપ દ્વારા વધુ 50 કરોડ ભારતીયોને 24 કલાકમાં દવાની ડિલિવરી મળી શકે છે.”
આ પ્રસંગે અપોલો ફાર્મસીસ લિમિટેડના સીઇઓ શ્રી પી જયકુમારે કહ્યું હતું કે, “અમારા ચેરમેન પહ્મવિભૂષણ ડૉ. પ્રથાપ સી રેડ્ડીના ડાયનેમિક વિઝનને આગળ વધારી સતત તમામ દર્દીઓને દવાઓ સુલભ કરવાની ખુશી છે. અમે સમગ્ર ભારતમાં 10,000 બ્રિક એન્ડ મોર્ટાર સ્ટોર્સના લક્ષ્યાંક સાથે દરેકની પહોંચની અંદર સ્વાસ્થ્ય માટે આવશ્યક દવાઓ પ્રસ્તુત કરવાનું જાળવીશું.”
ઓએમઆર રોડ, ચેન્નાઈ પર સ્થિત 5000મો સ્ટોર ઓડિયોલોજી અને ઓપ્ટોમેટ્રી જેવી સેવાઓ પૂરી પાડશે. ફાર્મસી એક કિઓસ્ક પણ ધરાવે છે, જ્યાં ગ્રાહકો ડૉક્ટર સાથે પ્રાઇવેટ વીડિયો કન્સલ્ટેસન તાત્કાલિક, બુક કરવા અને હોમ કલેક્શન માટે લેબ ટેસ્ટના ઓર્ડર માટે આવશ્યક ચકાસણી કરી શકે છે.