Western Times News

Gujarati News

અપૂર્વ અને શિલ્પાએ બાળક માટે ૧૮ વર્ષ રાહ જોઈ

મુંબઈ, અપૂર્વ અગ્નિહોત્રી અને શિલ્પા અગ્નિહોત્રી ટેલિવિઝન જગતના સૌથી પ્રિય કપલમાંથી એક છે. એકસાથે કામ કરતી વખતે બંને એકબીજાને મળ્યા અને ૨૦૦૪માં લગ્ન કરી લીધા. જાે કે લગ્નના લગભગ ૧૮ વર્ષ પછી દંપતીએ ૨૦૨૨માં પુત્રી ઈશાની અગ્નિહોત્રીનું સ્વાગત કર્યું. અહીં નોંધનીય છે કે ગત વર્ષે ટેલિવુડ કપલ શિલ્પા સકલાની અને અપૂર્વ અગ્નિહોત્રી લગ્નના ૧૮ વર્ષ બાદ માતાપિતા બન્યા હતા. શિલ્પા સકલાની અને અપૂર્વ અગ્નિહોત્રીએ દીકરીને દત્તક લીધી છે. Apoorva Agnihotri and Shilpa Agnihotri

અપૂર્વ અગ્નિહોત્રી અને શિલ્પા અગ્નિહોત્રી જણાવે છે કે ભગવાનમાં તેમની શ્રદ્ધાએ તેમને કેવી રીતે માતા-પિતા બનાવ્યા. અભિનેતા હોવા ઉપરાંત અપૂર્વ અને શિલ્પાએ હવે તેમની યુટ્યુબ ચેનલ પર જીવનની અમૂલ્ય ક્ષણોને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે અને તાજેતરના વિડિયોમાં જણાવ્યું કે દંપતીએ તેમની પુત્રી ઈશાનીના આગમન પહેલા આટલા વર્ષોની રાહ કેવી રીતે જાેવી હતી. તે યાદ કરીને તેમણે કહ્યું કે કેવી રીતે સંકટના સમયે તેમને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી.

તેમણે કહ્યું કે આ ચમત્કાર થાય તે માટે અમે ૧૮ વર્ષ રાહ જાેઈ. પાછલા વર્ષોમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા છે. અમે સંપૂર્ણ રીતે ભગવાનને શરણે ગયા હતા. અપૂર્વ અને શિલ્પાએ યાદ કર્યું કે કેવી રીતે તેઓ તેમની પાસેની દરેક વસ્તુ માટે આભાર માનવા લાગ્યા.

વધુમાં જણાવ્યું કે, કેવી રીતે તેઓ તેમની પાસે રહેલી દરેક વસ્તુ માટે આભાર માનવા લાગ્યા કે જેથી તેઓ તેમના જીવનમાં બાળક ન હોવા અંગેની અધૂરી લાગણી અનુભવવાનું બંધ કરી શકે. તેમણે કહ્યું કે, અમે પોતે ભગવાનને સમર્પિત થયા તેમજ તે વિશે ફરિયાદ કરવાનું બંધ કરી દીધું હતું.

અમારી જાતને કહેવાનું શરૂ કર્યું કે ભગવાને આપણને ૧૦માંથી ૬ વસ્તુઓ આપી છે, શું આપણે તેના માટે આભારી ના હોઈ શકીએ? અમે અમારી પાસે જે નથી તેના બદલે અમારી પાસે શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. અમારી પાસે જે છે તે માટે અમે ભગવાનનો આભાર માનવા લાગ્યા.’ પ્રેગ્નેન્સીના તમામ પ્રયાસોમાં નિષ્ફળ જવા છતાં દંપતીએ ક્યારેય આશા ગુમાવી ન હતી અને નિશ્ચિતપણે માન્યું હતું કે સારી વસ્તુઓ તેમના પોતાના યોગ્ય સમયે આવશે.

શિલ્પાએ કહ્યું હતું કે, મેં હંમેશાંથી લગ્ન કરીને દીકરીની માતા બનવાનું સપનું સેવ્યું હતું. અમે પેરેન્ટ્‌સ બનવા માટે ૧૮ વર્ષ રાહ જાેઈ. અમે લાંબા સમય પહેલા જ માતા-પિતા બની જવા માગતા હતા પરંતુ મોડું થઈ ગયું. જાેકે, અમે આજે ખુશ છીએ. અમારી પેરેન્ટિંગ ડ્યૂટી શરૂ થઈ ગઈ છે.

રાત્રે ઉઠવું અને રડતી દીકરીને શાંત રાખીને ફરી ઊંઘાડવાના આ તબક્કાને અમે માણી રહ્યા છીએ. અમે તેનું નામ ઈશાની પાડ્યું છે કારણકે તે મા દુર્ગા અને મા પાર્વતીનું જ અન્ય એક નામ છે. અમે ઈશ્વરની કૃપા અનુભવી રહ્યા છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.