એપલની ડુપ્લિકેટ એસેસરીઝ વેચતા પ વેપારી પકડાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/duplicate-accessores.jpg)
વડોદરા, વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોમાં કોપીરાઈટ હક્કોના રક્ષણ કરતી કંપનીના કર્મીઓએ સયાજીગંજ પોલીસને સાથે રાખી દરોડા પાડી એપલ કંપનીના નામે ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા પાંચ વેપારીઓને ૮.૩૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
કોપીરાઈટ હક્કોના રક્ષણનું કામ કરતી મુંબઈની કંપનીને ચોક્કસ માહિતી મળી હતી કે, વડોદરા શહેરના એસટી ડેપોમાં આવેલ અલગ મોબાઈલ શોઘની દુકાનોમાં આઈફોન કંપનીના એપલ સિમ્બોલ વાળી ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે.
દરોડા દરમિયાન બ્રાન્ડેડ એપલ કંપનીના નામે ડુપ્લીકેટ એરપોર્ડ, મોબાઈલ કવર, ચાર્જીંગ કેબલ અને પાવર બેક સહિતની એસેસરીઝ મળી ૦પ બોક્સમાં રૂ.૮.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે શિવ મોબાઈલ દુકાનના સંચાલક રમેશભાઈ મનસુખભાઈ બાબરીયા (રહે. કૃપા રેસીડેન્સી, આજવા ચોકડી પાસે),
રાજેશ્વર મોબાઈલ એસેસરીઝના સંચાલક કરમીરામ સાવલરામ ચૌધરી (રહે. સોમનાથનગર, માંજલપુર), ન્યુ જીકે મોબાઈલ એસેસરીઝ દુકાન સંચાલક સુનિલકુમાર નરેન્દ્રભાઈ સિકલીગર (રહે. જય અંબેનગર, આજવા રોડ) અને ગુરૂદત્ત મોબાઈલ એસેસરીઝ દુકાન સંચાલક નિલેશભાઈ ત્રિલોકકુમાર જાેશી (રહે. પ્રભુપાર્ક સોસાયટી, છાણી જકાતનાકા) વિરૂદ્ધ કોપીરાઈટ ભંગ બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.