એપલ પાઈનેપલ અને ડેરી મિલ્કના ભજીયા માર્કેટમાં આવ્યા
હૈદરાબાદ, દેશમાં.અનેક પ્રકારની વાનગીઓ મળે છે. દરેક રાજ્યની ખાસ વાનગી છે. ગુજરાતી, પંજાબી જેવા રાજ્યોની વાનગીઓ તો દરેકે ચાખી હશે. હૈદરાબાદી બિરયાની પણ ઘણાની ફેવરિટ છે. પણ શું તમે બજજી આજમાવી છે? જાે કે આ બજજી એટલે બીજું કંઇ નહીં આપણાં ભજીયા! જેને ગુજરાતીઓ ચોમાસામાં ખૂબ ખાય છે. હૈદરાબાદમાં માધાપુરના હાઈટેક સિટી મેટ્રો રેલવે સ્ટેશન પર શ્રીનિવાસ મિક્સ્ચર પોઈન્ટ પર મોટી સંખ્યામાં લોકો જાેવા મળે છે.
આ જગ્યા પર બજ્જી (મરચા, કેળા, બટાકા અને ચણાના લોટથી બનેલ મસાલેદાર નાશ્તા) લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. બપોરે ૧૨થી રાત્રે ૧૧ વાગ્યા સુધી અનાનસ, સફરજન, ચોકલેટ તથા અન્ય વાનગી પણ ઉપલબ્ધ હોય છે. રેસ્ટોરન્ટના માલિકે આ અંગે નિવેદન આપ્યું છે કે, સૌથી પહેલા વર્ષ ૨૦૦૯માં આંધ્રપ્રદેશના રાજામહેન્દ્રવરમમાં શરૂઆત કરવામાં આવી હતી.
થોડા સમય પછી લોકોને આ વાનગી ખૂબ જ પસંદ આવવા લાગી. અલગ અલગ જગ્યાએથી આવીને લોકો આ મસાલેદાર વાનગીનો સ્વાદ માણવા લાગ્યા છે. ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળતા રેસ્ટોરન્ટના માલિકે આ બિઝનેસને વધુ વિસ્તારિત કર્યો અને હૈદરાબાદમાં શાખાની શરૂઆત કરી હતી. ૧૨ વર્ષની આશ્રિતા ન્યૂઝ ૧૮ને જણાવે છે કે, મેં બજ્જીની આ પ્રકારની અલગ અલગ વેરાયટી ક્યારેય પણ ખાધી નથી. હું બીજી વાર અહીંયા આવીને બજ્જી જરૂરથી ખાઈશ.
અન્ય યુવતી નંદિની જણાવે છે કે, ‘મને ચોકલેટ ખૂબ જ પસંદ છે, મને ચોકલેટ બજ્જી ખૂબ જ ભાવી છે. મેં તેમને વેફરની સાથે બજ્જી બનાવવા માટે કહ્યું છે. અલગ અલગ ફળની બજ્જી મને ખૂબ જ પસંદ છે. મારા પપ્પા જ્યારે આવ્યા હતા, ત્યારે તેમણે પણ આ બજ્જી ખાધી હતી. અહીં દરરોજ એક સ્પેશિયલ આઈટમ બનાવવામ મા આવે છે.
હાલ તેઓ ૩૦થી વધુ વસ્તુ બનાવે છે. રેસ્ટોરન્ટના નામ અનુસાર પિસ્તા મિક્સ્ચર સહિત બદામ મિક્સ્ચર (મસાલેદાર વાનગી) પણ બનાવવામાં આવે છે. આ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ નાશ્તાની સાથે સાથે રાજમહેન્દ્રવરમમાં ઉપલબ્ધ ગોદાવરી નદીનું પાણી પણ આપવામાં આવે છે. આ બે શહેરોના સ્થાનિકોની સાથે સાથે અન્ય શહેરના લોકો પણ આ વિભિન્ન બજ્જીનો સ્વાદ માણવા માટે આવતા હોય છે.SS1MS