દેવગઢબારિયા આચાર્ય HTAT સૂચિત સંધ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

(પ્રતિનિધિ)દેવગઢબારિયા, આજરોજ દેવગઢબારિયા તાલુકાના એચ ટાટ આચાર્ય દ્વારા માનનીય પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાવડ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં એચ ટાટ કેડર ૨૦૧૨ થી અમલમાં આવી ત્યારથી આજ દિન સુધી અમુક પ્રશ્નોને કોઈએ ધ્યાન ઉપર લીધા નથી તથા તે પ્રશ્નોનું આજ દિન સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.
તે બાબતને લઈને રાજ્યકક્ષાનું સંમેલન સોમનાથ મુકામે હતું અને આખા રાજ્યમાં આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું તે મુજબ અમે સર્વે રજૂઆત કરી કે ઓવર સેટઅપ ના કારણે અમારા કેટલાક આચાર્યોને અન્યાય થયો છે જેથી તેમને મૂળશાળા માં બદલી થાય તથા શિક્ષકોની જિલ્લા ફેર થાય છે.
તે જ પ્રમાણે એટટાટ આચાર્યોની પણ તાત્કાલિક અસરથી બદલીનો લાભ મળે તથા બઢતી થી આવેલ આચાર્યોને સરકારી કર્મચારીઓ ના અધિનિયમની જાેગવાઈ મુજબ એક કાલ્પનિક ઈજાફો મળવા પાત્ર છે જે મળે જેવા અગત્યના પ્રશ્નોની મંત્રી સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવી અને સાથે સાથે તેમને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી સાહેબશ્રીનું ધ્યાન દોરવા માટે વિનંતી કરી.
આ પ્રસંગે અમારા સિનિયર આચાર્ય રમેશભાઈ રાઠવા સાહેબ નરેન્દ્ર ભાઈ બારીયા, અરવિંદભાઈ પરમાર ,દિલીપભાઈ, હરેશભાઈ, નવીનભાઈ , હિમાંશુ ભાઈ, પ્રભાતસિંહ ,આરીફભાઇ જેવા મિત્રો પ્રતિનિધિ રૂપે હાજર રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું.