Western Times News

Gujarati News

ગુજરાતના 6 ધારાશાસ્ત્રીઓની સિનીયર એડવોકેટ તરીકે નિયુકતી થતાં વકીલ આલમમાં ખુશી

સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશને અનુસરીને ગુજરાત હાઈકોર્ટે ગુજરાતના છ જેટલા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની સિનીયર એડવોકેટ તરીકે નિયુકત કરતા વકીલ આલમમાં ખુશીનો માહોલ !!

અમદાવાદ ક્રીમીનલ કોર્ટ બારના પૂર્વ પ્રમુખ બી. એમ. ગુપ્તા ગુજરાત હાઈકોર્ટ બારના પૂર્વ કારોબારી સભ્ય ભુનેશભાઈ સી. રૂપેરા, ગુજરાત હાઈકોર્ટના યુવાન ધારાશાસ્ત્રી ચંદ્રશેખરભાઈ બી. ગુપ્તાએ જાણીતા એડવોકેટસની સીનીયર એડવોકેટ તરીકે નિયુક્તિ કરતા હાર્દિક શુભકામના અભિવ્યક્ત કરી છે !!

તસ્વીર ગુજરાત હાઈકોર્ટની છે !! જયારે ઈન્સેન્ટ તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ શ્રી પરેશકુમાર રમણલાલ જાનીની છે !!જ્યારે બાજુની તસ્વીરમાં ગુજરાત હાઈકોટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ સાથે સીનીયર એડવોકેટ શ્રી પરેશકુમાર રમણલાલ જાની દ્રશ્યમાન થાય છે. ગુજરાત હાઈકોર્ટે જાહેર કરેલા નોટીફિકેશન મુજબ એડવોકેટ એકટ-૧૯૬૧ ની કલમ-૧૬(૨), રૂલ્સ-૧૯(૧) ને આધિન અને સીનીયર એડવોકેટ રૂલ્સ-૨૦૧૮ અંતર્ગત ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલના નેતૃત્વ હેઠળ ગુજરાતના ૬ જેટલા એડવોકેટસને સીનીયર એડવોકેટ તરીકે નિયુક્ત કર્યા છે જેમાં

(૧) સીનીયર એડવોકેટ શ્રી પરેશકુમાર રમણલાલ જાની, (૨) અડવોકેટ શ્રી સંજયભાઈઅશોકભાઈ મહેતા, (૩) એડવોકેટ શ્રી તૃષાબેન કનુભાઈ પટેલ, (૪) એડવોકેટ શ્રી હરશિતભાઈ શિરીષચંદ્ર ટોલિયા, (૫) એડવોકેટ શ્રી તેજસભાઈ મનુભાઈ બારોટ, (૬) એડવોકેટ શ્રી ધવલભાઈ ધર્મેન્દ્રભાઈ વ્યાસની ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ શ્રી મુલચંદભાઈ ત્યાગીએ હુકમ કરીને ઉપરોકત એડવોકેટસને “સીનીયર એડવાકેટ” તરીકે નિયુક્ત કર્યા છે !!

ઉપરોકત તમામ સીનીયર એડવોકેટોને ગુજરાતમાં ગૌરવભેર સ્થાન મળતાં ફોજદારી કોર્ટ બારના પૂર્વ પ્રમુખ અને વરિષ્ટ એડવોકેટ શ્રી બી. એમ. ગુપ્તા, ગુજરાત હાઈકોર્ટ બારના પૂર્વ કારોબારી સભ્ય શ્રી ભુનેશભાઈ સી. રૂપેરા તથા હાઈકોર્ટના યુવાન ધારાશાસ્ત્રી શ્રી ચંદ્રશેખર બી. ગુપ્તાએ હાર્દિક અભિનંદન અને સહૃદય શુભેચ્છા પાઠવી છે !! આવી નિયુક્તિ આજના જુનીયર્સ વકીલો માટે પ્રેરણાદાયી બની રહેશે. (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

હાઈકોર્ટ રજીસ્ટ્રાર જનરલશ્રીએ એડવોકેટ સર્વ પરેશકુમાર રમણલાલ જાની, એડવોકેટ સંજયભાઈ અશોકભાઈ મહેતા, એડવોકેટ તૃષાબેન કનુભાઈ પટેલ, એડવોકેટ હરશિતભાઈ શિરિષચંદ્ર ટોલિયા, એડવોકેટ તેજસભાઈ મનુભાઈ બારોટ, એડવોકેટ ધવલભાઈ ધર્મેન્દ્રભાઈ વ્યાસને સીનીયર એડવોકેટ તરીકે નિયુક્ત કર્યા

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.