Western Times News

Gujarati News

વિકાસ સહાયની રાજ્યના પોલીસ વડા તરીકે નિમણૂંક

ગાંધીનગર, ગુજરાતના નવા પોલીસ વડા આશિષ ભાટીયા ૩૧ જાન્યુઆરીએ નિવૃત્ત થયાં છે. ત્યારે નવા ઈન્ચાર્જ પોલીસ વડા તરીકે ૧૯૮૯ બેચના આઈપીએસઅધિકારી વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે આજે વિકાસ સહાયને રાજ્યના પોલીસ વડા તરીકે કાયમી નિમણૂંક કરવામાં આવી છે. Appointment as State Police Chief of Vikas Sahay.

અગાઉ નવા ડીજીપી માટે ૩ આઈપીએસઅધિકારીઓ રેસમાં હતા. જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામની ચર્ચા હતી. જેમાં આખરે વિકાસ સહાય હવે ગુજરાતના નવા ડીજીપીબન્યાં છે.

વિકાસ સહાય ૧૯૮૯ બેચના આઈપીએસઅધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. પોલીસ વિભાગમાં ૧૯૯૯માં એસપી આણંદ, ૨૦૦૧માં એસપી અમદાવાદ ગ્રામ્ય, ૨૦૦૨માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન-૨ અને ૩ , ૨૦૦૪માં

અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી “રક્ષા શક્તિ યુનિવર્સિટી”ની સ્થાપના માટે કરવામાં આવી હતી. અગાઉ વિજય રૂપાણીની સરકાર વખતે પેપરલીકને કારણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાઈડલાઈન થઈ ગયા હતા.

હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિકાસ સહાય ફરી સાઈડમાંથી મેઈન જગ્યા ઉપર આવ્યા છે. આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને ઈન્ચાર્જ ડીજીપી તરીકે જવાબદારી સોંપાઈ હતી. પરંતુ હવે તેઓ રાજ્યના કાયમી ડીજીપીબન્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.