ખેડા જિલ્લા ભાજપમાં મીડિયા સેલના કન્વીનર તરીકે ચિરાગ પટેલની નિમણુક

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ આજે મીડિયા સેલના કન્વીનર તરીકે ચિરાગ પટેલની નિમણૂક કરી છે ભારતીય જનતા પાર્ટી ખેડા જીલ્લા અધ્યક્ષ અજયભાઈ બ્રહમભટ્ટ, ઝોન મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ,જીલ્લા પ્રભારી ગોરધનભાઈ ઝડફીયાજી તથા જીલ્લા સંકલન સમિતી સાથે પરામર્શ કર્યા બાદ ખેડા જીલ્લા મિડીયા સેલ માં કન્વીનર તરીખે ચિરાગકુમાર પ્રવિણભાઈ પટેલ નડીયાદ સહ કન્વીનર દક્ષેશભાઈ બ્રહમભટ્ટ માતર અને રાજેશભાઈ સુભાષચંન્દ્ર દવે કઠલાલ ની નિમણુક કરી છે