વિરપુર વેટરનરી સેન્ટરના ડોક્ટરોની પ્રશંસનીય કામગીરી

(પ્રતિનિધિ) વિરપુર, ભારત સરકારના એલએસડી સારવાર માર્ગદર્શિકામાં સામેલ અસરકારક એન્ટિવાયરલ દવા મિથેલીન બ્લુ નો સમાવેશ કરાયો છે ત્યારે વીરપુર વેટરનરી સેન્ટર( આરડા )ના ડોક્ટરોએ આ લંપી વાયરસના રોગમાંથી પશુઓ ને મુક્ત કરવા માટે મિથિલીન બ્લુ નામની દવાનો પશુઓની સારવારમાં ઉપયોગ કરી અદભુત પરિણામ મેળવેલ છે.
ખાસ કરીને જે પશુઓમાં ગંભીર લક્ષણો હોય તેમજ બે થી ત્રણ વખત સારવાર આપ્યા બાદ પશુઓમાં કોઈ ખાસ સુધારો ન જણાય તેવા લંપી વાયરસના કેસમાં મિથેલીન બ્લુ દવાનો ઉપયોગ આઈવી ટ્રીટમેન્ટ તરીકે કરવાથી અસરકારક પરિણામ જાેવા મળેલ છે… ડોક્ટર કોઠીયા ઇન્ચાર્જ( વિરપુર વેટરનરી સેન્ટર) ના કહેવા મુજબ જે પશુઓને ઉઠવા બેસવામાં, શ્વાસ લેવામાં, ખોરાક લેવામાં, તથા ગંભીર પરિસ્થિતિમાં ટ્રીટમેન્ટ આપ્યા પછી ૨૪ કલાક બાદ અરકારક પરિણામ જાેવા મળેલ છે.
આમ મૂંગા પશુઓની લંપી વાયરસની અસહ્ય બીમારીમાંથી મુક્ત કરવા મિથીલીન બ્લુ નામની દવા રામબાણ ઈલાજ તરીકે સાબિત થઈ છે અને આ મોંઘવારીમાં પશુપાલકોના મહામૂલા પશુધનને રોગમાંથી ઉગારવા માટે સફળતા મળેલ છે આમ પશુપાલકોને થતા આર્થિક નુકસાનમાંથી બચાવવા ડોક્ટરોના સારા પ્રયત્ન થયેલ છે તથા વિઝીટોની સાથે સાથે એલ. એસ. ડી. રોગ વિશેની સાચી અને સચોટ માહિતી અમૂલના ડોક્ટર શ્રી ઓ દ્વારા પશુપાલકોને આપવામાં આવેલ જેથી કોઈ ખોટી માન્યતાઓ થી તેઓ મૂંઝાય નહીં અને રોગ વિશે સાચી માહિતી મળે.