કબૂતરબાજીમાં ચોક્કસ ગ્રૂપની સંડોવણીની આશંકા
અમદાવાદ, અમેરિકામાં ઘૂસણખોરી મામલે મોટો ખુલાસો થયો છે. આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીમાં ચોક્કસ ગ્રૂપની સંડોવણીની આશંકા છે. સીઆઈડી ક્રાઈમે વધુ ૧૦ એજન્ટોના ડેટા ભેગા કર્યા છે.
તમામ એજન્ટો પર ટેકનિકલ સર્વેલન્સ ગોઠવાયું છે. માહિતી મળી છે કે દુબઇ પહોંચેલા ૬૫ ગુજરાતીઓમાંથી મોટાભાગના માત્ર ૧૨મું ધોરણ પાસ છે. એજન્ટો તમામને બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવતા હતા.
મળતી માહિતી પ્રમાણે તમામ ૬૫ ગુજરાતીઓ ૧૦થી ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં દુબઈ પહોંચ્યા છે. એજન્ટો તમામને બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવી હતી. તમામને રાત્રિની શિફ્ટમાં જ નોકરી કરવાની સૂચના આપવામાં આવી હતી. ગુજરાતથી દિલ્હી અને દિલ્હીથી દુબઈ કેવી રીતે પહોંચ્યા તેની સીઆઈડી તપાસ કરશે.
એજન્ટોએ આ તમામ લોકો જાે મેક્સિકોની બોર્ડર પર ઝડપાઇ જાય તો કેવી રીતે બચાવવા તે માટે ખાસ તૈયારી કરી હતી. ઇમિગ્રેશન લોયરની ખાસ ટીમ એજન્ટોએ બનાવેલી હતી.SS3SS