Western Times News

Gujarati News

લીવરના રોગોને કારણે અંદાજે ૨ મિલિયન લોકો મૃત્યુ પામે છે

નવી દિલ્હી, લીવર આપણાં શરીરનું મહત્વનુ અંગ કહી શકાય છે. આપણી રોજબરોજની પ્રવૃત્તિઓ આપણે સારી રીતે પૂર્ણ કરી શકીએ તેની ખાતરી કરવાનું કામ પણ લીવરનું જ છે. લીવર લોહીમાંથી ઝેરી તત્વોને દૂર કરવાથી લઈને ખોરાકને યોગ્ય રીતે પચાવવાનું કામ કરે છે. તે ચયાપચયથી આખા શરીરના કાર્યને સંતુલિત કરે છે. approximately 2 million people die from liver diseases Globally

લીવરમાં સહેજ પણ ગરબડ આખા શરીર પર અસર કરે છે. ડિટોક્સિફિકેશન, મેટાબોલિઝમ, પ્રોટિન સિન્થેસિસ વગેરે સાથે લીવર કુલ ૫૦૦થી વધુ કાર્યો શરીરમાં કરતું હોય છે. એક રીતે લીવરને શરીરનું પાવરહાઉસ કહેવું પણ કંઈ ખોટું નથી. એવામાં લીવરનું સ્વાસ્થ જાળવવું પણ ખૂબ જરૂરી છે.

વૈશ્વિક સ્તરે લીવરના રોગોને કારણે અંદાજે ૨ મિલિયન લોકો મૃત્યુ પામે છે. ભારતમાં પણ આ સ્થિતી ચિંતાજનક છે. ભારતમાં લગભગ ૫ માંથી ૧ વ્યક્તિ લીવરના કોઈને કોઈ રોગ અથવા સમસ્યાથી પીડાતો હોય છે. જાે કે ખુશીની વાત એ છે કે મોટા ભાગના લીવરના રોગો અટકાવી શકાય તેવા હોય છે.

પોતાની જીવનશૈલીમાં સરળ છતાં અસરકારક ફેરફારોને સ્થાન આપીને આપણે આપણી જાતને લીવરના રોગોથી સુરક્ષિત કરી શકીએ છીએ અને લીવરના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકીએ છીએ.

લીવરના સ્વાસ્થ માટે પ્રથમ અને સૌથી નિર્ણાયક પગલાંઓમાંનું એક દારૂ અને આલ્કોહોલના સેવનને પ્રતિબંધિત કરવાનો છે. સ્ત્રીઓ માટે દરરોજ એક ડ્રિંક એટલે કે ૩૦ મિલી હાર્ડ લિકર અને પુરુષો માટે દરરોજ બે ડ્રીંક એટલે કે ૬૦ મિલી હાર્ડ લિકર સુધી આલ્કોહોલનું સેવન મર્યાદિત કરવાથી લીવરને થતા સંભવિત નુકસાનને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

પહેલેથી જ લીવર રોગથી પીડાતિ હોય તે વ્યક્તિઓને દારૂ અને આલ્કોહોલિક પીણાંનો સંપૂર્ણ ત્યાગ કરવાની સલાહ આપવામાં આવે છે. નોન-આલ્કોહોલિક ફેટી લીવર જેવા રોગ સામે રક્ષણ આપવા માટે શરીરનું સ્વસ્થ અને સપ્રમાણ વજન જાળવી રાખવું પણ મહત્વપૂર્ણ છે. વધુ પડતું વજન કે મેદસ્વીતા અને પેટની ચરબીનું વધુ પ્રમાણ ફેટી લીવરના રોગના જાેખમમાં વધારો કરે છે.

સ્વસ્થ વજન જાળવવી રાખવા માટે ફળો, શાકભાજી અને હાઈ ફાઇબરવાળા ખોરાકને આહારમાં સામેલ કરી બેલેન્સલ ડાયટ લેવી જરૂરી છે. આ સિવાય તમારે હાઈ કેલરી, ચરબીયુક્ત અને કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાક જેમ કે તેલ, ઘી, ચીઝ, ખાંડવાળી વસ્તુઓ અને મેંદાના લોટ થી બનતા ઉત્પાદનોનુ સેવન ટાળવું અથવા પ્રમાણસર સેવન કરવું.

એક કરતા વધારે પાર્ટનર સાથે અસુરક્ષિત જાતીય સંબંધો અને ગેરકાયદેસર ડ્રગનું સેવન વગેરે પણ વ્યક્તિઓને વાયરલ હિપેટાઇટિસ મ્ અને ઝ્રના ચેપથી ગ્રસ્ત કરી શકે છે. આ ટેવોને ટાળીને વાયરલ હિપેટાઇટિસ ટ્રાન્સમિશનના જાેખમને ઘટાડી શકાય છે.

આ સિવાય હિપેટાઇટિસ મ્ સામે રક્ષણ માટે રસીકરણ અત્યંત અસરકારક છે. હવે હિપેટાઇટિસ છ માટે પણ રસી ઉપલબ્ધ છે. વ્યક્તિ યોગ્ય પર્સનલ હાઈજીન જાળવી રાખીને પણ લીવરની સ્વસ્થતા જાળવી રાખી શકે છે. આ બીજું સૌથી મહત્વનું પાસું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.