એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયાનો IPO 10 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે
પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ RS. 346થી રૂ. 353 નક્કી થઈ
· ઓફરમાં RS. 5,000 મિલિયન સુધીના કુલ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને કંપનીના હાલના ચોક્કસ શેરધારકો (“વિક્રેતા શેરધારકો”) દ્વારા 64,590,695 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર સામેલ હશે
અમદાવાદ, 31 માર્ચ, 2021 સુધી એસેટ અંડર મેનેજમેન્ટની દ્રષ્ટિએ દક્ષિણ ભારતમાં સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક અને દક્ષિણ ભારતમાં હરિફ કંપનીઓની સરખામણીમા સૌથી વધુ શાખાઓનું નેટવર્ક ધરાવતી એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડ (“કંપની”) (સ્ત્રોતઃ ક્રિસિલ રિપોર્ટ)ના ઇક્વિટી શેરનો આઈપીઓ (“ઓફર”) 10 ઓગસ્ટ, 2021ને મંગળવારે ખુલશે અને 12 ઓગસ્ટ, 2021ને ગુરુવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 346થી રૂ. 353 નક્કી થઈ છે. Aptus Value Housing Finance India Ltd’s IPO opens on August 10 2021.
ઓફરમાં રૂ. 5,000 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા 64,590,695 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. ઓફરમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કંપનીની ટિઅર 1 મૂડીની જરૂરિયાત વધારવા માટે થશે.
કંપની, વ્યક્તિગત પ્રમોટર વિક્રેતા શેરધારક અને રોકાણકાર વિક્રેતા શેરધારકો ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) સાથે ચર્ચા કરીને એન્કર રોકાણકારોની ભાગીદારીનો વિચાર કરી શકે છે, જેઓ બિડ/ઓફર ખુલવાની તારીખના એક વર્કિંગ ડે અગાઉ એટલે કે 9 ઓગસ્ટ, 2021ને સોમવારે સહભાગી થઈ શકશે.
ઓફર સુધારા મુજબ સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સના નિયમ 19(2)(બી)ને સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને રજૂ કરવામાં આવી છે. સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1) મુજબ બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે રજૂ થયેલી ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ફાળવણી માટે, મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત રોકાણકારોને ફાળવણી માટે અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઓફરના બીઆરએલએમ છે – આઈસીઆઈસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ.
અહીં ઉપયોગ થયેલા અને સ્પષ્ટ પરિભાષિત ન કરેલા તમામ મૂડીકૃત શબ્દોનો અર્થ 2 ઓગસ્ટ, 2021ના રોજ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં ઉલ્લેખિત અને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ 4 ઓગસ્ટ, 2021ના રોજ રોકાણકારોને આપેલી નોટિસ – રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“આરએચપી”)માં પરિભાષિત અર્થ મુજબ રહેશે.